વડોદરા / 2020ના વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ સતત ત્રીજા વર્ષે MS યુનિ. 1001 પ્લસ કેટેગરીમાં, ફુલટાઇમ વિદ્યાર્થીમાં બીજા નંબરે

MS University get 1001 Plus category last three year in 2020 World University Ranking

  • 2017માં 800થી ઓછા કેટેગરી ક્રમાંકમાં આવ્યા બાદ એમ.એસ.યુનિવર્સિટીએ સતત એક જ રેન્કિંગ જાળવી રાખ્યું

Divyabhaskar.com

Sep 13, 2019, 04:47 PM IST

વડોદરાઃ વર્લ્ડ યુનિવર્સિટી રેકિંગ-2020 અંતર્ગત તાજેતરમાં યુનિવર્સિટી રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સતત ત્રીજા વર્ષે 1001 પ્લસ કેટેગરીમાં આવી છે. સંસ્થા દ્વારા દર વર્ષે વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બહાર પાડવામાં આવે છે. દેશની અગ્રણી આઇ.આઇ.એમ અને આઇ.આઇ.ટી સંસ્થાઓ રેન્કિંગમાં અગ્ર સ્થાને છે.

ફૂલ ટાઇમ વિદ્યાર્થીઓમાં એમ.એસ.યુનિવર્સિટી બીજા નંબરે આવી
દુનિયભરમાં આવેલી વિવિધ યુનિવર્સિટીના નંબર એફ.ટી.ઇ (ફુલ ટાઇમ ઇકવીવલન્ટ એનરોલમેન્ટ)સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટ-સ્ટાફ રેશિયો, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તથા વિદ્યાર્થિની- વિદ્યાર્થી રેશિયોના આધારે રેન્કિંગ બહાર પાડવામાં આવે છે. એમ.એસ.યુનિવર્સિટી સતત ત્રીજા વર્ષે 1001 પ્લસ રેકિંગમાં આવી છે. વર્ષ 2017 માં યુનિવર્સિટી 800 થી ઓછી રેન્કિંગ કેટેગરીમાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2018, 2019, 2020માં 1001 પ્લસ રેન્કિંગમાં આવી રહી છે. એમ.એસ.યુનિવર્સિટીમાં એફ.ટી.ઇ (ફુલ ટાઇમ ઇકવીવલન્ટ એનરોલમેન્ટ)સ્ટુડન્ટ્સમાં 39,252 વિદ્યાર્થીઓ છે. દુનિયામાં બીજા નંબરના સૌથી વધુ વિદ્યાર્થીઓ ફુલટાઇમ એમ.એસ.યુનિવર્સિટીમાં ભણી રહ્યા છે. અન્ય કેટેગરી સ્ટુડન્ટ-સ્ટાફ રેશિયો-27.2, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ-0 ટકા તથા વિદ્યાર્થિની-વિદ્યાર્થી રેશિયો- 55:45 માર્ક પ્રાપ્ત થયા છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની કેટેગરીમાં યુનિવર્સિટીને શૂન્ય માર્ક આપવામાં આવ્યા છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 13 ફેકલ્ટીઓ આવેલી છે. જેમાં 89 વિવિધ ડિપાર્ટમેન્ટ કાર્યરત છે. યુનિવર્સિટીના 4 કેમ્પસ શહેરી વિસ્તારમાં આવેલા છે, જ્યારે 2 કેમ્પસ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. યુનિવર્સિટી કુલ 275 એકર વિસ્તારમાં ફેલાયેલી છે. યુનિવર્સિટી પાસે 4 હજાર વિદ્યાર્થીઓને રહેવા માટેની સુવિધા આપી શકાય તેટલી ક્ષમતા છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 39,252 વિદ્યાર્થીઓ ફુલટાઇમ ભણી રહ્યા છે
વર્લ્ડ યુનિવર્સિટી રેકિંગ 2020માં યુનિવર્સિટીના નંબર એફ.ટી.ઇ (ફુલ ટાઇમ ઇકવીવલન્ટ એનરોલમેન્ટ)સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટ-સ્ટાફ રેશિયો, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તથા વિદ્યાર્થિની- વિદ્યાર્થી રેશિયોના આધારે રેકિંગ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. દુનિયામાં બીજા નંબરના સૌથી વધુ વિદ્યાર્થીઓ ફુલટાઇમ એમ.એસ.યુનિવર્સિટીમાં ભણી રહ્યા હોવાની વાત સામે આવી છે. સૌથી વધુ ફુલ ટાઇમ 51,031 સ્ટુડન્ટ સાથે એસ.આર.એમ ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રથમ આવ્યું છે. જ્યારે 39,252 સ્ટુડન્ટ સાથે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દુનિયામાં બીજા ક્રમાંક પર છે.

MSUની રેકિંગમાં કેટેગરી પ્રમાણે માર્કસ
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને સાઇટેશન (પ્રશસ્તિ)- 13.7, ઇન્ડસ્ટ્રીઝ ઇન્કમ (ઔૈદ્યોગિક એકમોથી આવક)- 34.5, ઇન્ટરમેશનલ અાઉટલુક (આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ)- 13.9, રિસર્ચ- 10.5 અને ટીચીંગ (શૈક્ષણિક કાર્ય)- 14.9 માર્કસ મેળવ્યા છે.તમામ કેટેગરીમાં સૌથી વધુ માર્કસ ઇન્ડસ્ટ્રીયલ ઇન્કમમાં આપવામાં અાવ્યા છે.

દુનિયાની ટોપ 5 યુનિવર્સિટી
1. યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ- લંડન
2. કેલીફોર્નિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી- અમેરીકા
3. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજ- લંડન
4. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી- અમેરીકા
5. મેચ્યુસેટ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી- અમેરીકા

ભારતની ટોપ 5 યુનિવર્સીટી
1. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ
2. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી - રાપર
3. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી - ઇન્દોર
4. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી - મુંબઇ
5. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી - દિલ્હી

X
MS University get 1001 Plus category last three year in 2020 World University Ranking
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી