પંચમહાલ / પશુપાલન મંત્રી બચુ ખાબડે ભાંગરો વાટ્યો, કહ્યું-PMએ 170ની કલમ રદ્દ કરી, નીતિન પટેલને ગૃહમંત્રી ગણાવ્યા

 

  • સહેરામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે બચુ ખાબડની જીભ લપસી
  • વડાપ્રધાન મોદી-અમિત શાહે 7 દાયકાથી સળગતા કાશ્મીર પ્રશ્નને 170ની કલમ રદ કરી હલ કર્યો
  • પત્રકારો સાથેની વાતચીતમાં ખાબડે અમિત શાહને બદલે નીતિન પટેલને દેશના ગૃહમંત્રી ગણાવ્યા

Divyabhaskar.com

Aug 15, 2019, 04:05 PM IST

પંચમહાલઃ પંચમહાલ જિલ્લાના શહેરામાં 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારના પશુપાલન મંત્રી બચુ ખાબડે ભાંગરો વાટ્યો છે. બચુ ખાબડે જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે 7 દાયકાથી સળગતા કાશ્મીર પ્રશ્નને 170ની કલમ રદ્દ કરીને હલ કર્યો છે. ત્યાર બાદ પત્રકારો સાથેની વાતચીતમાં બચુ ખાબડે અમિત શાહને બદલે નીતિન પટેલને દેશના ગૃહમંત્રી ગણાવ્યા હતા.

બે વખત બચુ ખાબડની જીભ લપસી
પંચમહાલ જિલ્લાના શહેરામાં 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડની જીભ બે વખત લપસી હતી. બચુ ખાબડે જાહેરસભામાં 370ને બદલે 170ની કલમ રદ્દ કરીને તેમ જણાવીને ભાંગરો વાટ્યો હતો. અને પત્રકારો સાથેની વાતચીતમાં બચુ ખાબડે જણાવ્યું હતું કે, આ દેશ પુરા વિશ્વમાં મહાસત્તા બને તે દિશા તરફ વડાપ્રધાન મોદી અને દેશના અમારા ગૃહ મંત્રી નીતિનભાઇ પટેલ બંને ગુજરાતના સપૂતોની નેતૃત્વમાં દેશ વિકાસની તરફ અને નવા ભારતના સ્થાપન માટે આગળ જઇ રહ્યું છે. આમ બચુ ખાબડે દેશના ગૃહ મંત્રી અમિત શાહના બદલે નીતિન પટેલ કહીને ભાંગરો વાટ્યો હતો.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી