73મું સ્વતંત્રતા પર્વ / છોટાઉદેપુરમાં તિરંગો લહેરાવી રૂપાણીએ કહ્યું, કાશ્મીરમાં 370 હટાવી મોદી-શાહે દેશને પૂર્ણ સ્વરાજ અપાવ્યું

Gujarat celebrates Independence Day in Chhota Udepur
Gujarat celebrates Independence Day in Chhota Udepur

  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જૂનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરાવ્યું

Divyabhaskar.com

Aug 15, 2019, 01:20 PM IST

છોટા ઉદેપુર: આજે સમગ્ર દેશ 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે રાજ્યકક્ષાની ઉજવણી છોટાઉદેપુરમાં થઈ રહી છે. રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે 15મી ઓગસ્ટે ધ્વજવંદન કરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના બે નરબંકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી 370 અને 35એ હટાવીને દેશને પૂર્ણ સ્વરાજ અપાવ્યું છે.
રૂપાણીએ કહ્યું મોદી શાહે દેશને 73માં વર્ષે પૂર્ણ સ્વરાજ અપાવ્યું
રાજ્ય કક્ષાની ઉજવણીમાં રૂપાણીએ જણાવ્યું હતું કે, 72 વર્ષ પહેલા ગુજરાતના બે વીર સપૂત ગાંધી-સરદારે સ્વરાજ અપાવ્યું અને આઝાદીના 72 વર્ષ બાદ ગુજરાતના બે નરબંકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે 72 વર્ષ પછી 2019માં પૂર્ણ સ્વરાજનું સપનું કાશ્મીરમાંથી કલમ 370 અને 35-Aને હટાવીને 125 સવા સો ભારતીયો માટે 73માં આઝાદી પર્વને ઐતિહાસિક બનાવ્યું છે. ગુજરાતે પણ ગાંધી સરદાર નરેન્દ્ર મોદી અમિત શાહના પદચિન્હો પર ચાલીને સુરાજ્ય, ગુડ ગવર્ન્સ નવતર કેડી પ્રસ્તાપિત કરી છે.
નીતિન પટેલે વિસાવદરમાં ધ્વજવંદન કર્યુ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જૂનાગઢના વિસાવદરમાં ધ્વજવંદન કરાવ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભરૂચના ઝઘડીયામાં ધ્વજવંદન કરાવ્યું હતું. આ સિવાય સ્વતંત્રતાના 73માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંતર્ગત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ વિવિધ જિલ્લામાં ધ્વજવંદન કરાવ્યું હતું.
રૂપાણી મંત્રીમંડળના મંત્રીઓ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ધ્વજવંદન
કેબિનેટ મંત્રીઓ
આર. સી. ફળદુ તલોદ, સાબરકાંઠા
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાવનગર ગ્રામ્ય, ભાવનગર
કૌશિક પટેલ કલોલ, ગાંધીનગર
સૌરભ પટેલ વડીયા, અમરેલી
ગણપત વસાવા વિજાપુર, મહેસાણા
જયેશ રાદડિયા જોડીયા, જામનગર
દિલીપ ઠાકોર કુકરમુંડા, તાપી
ઇશ્વર પરમાર સાવલી, વડોદરા
કુંવરજી બાવળીયા સોજીત્રા, આણંદ
જવાહર ચાવડા ચુડા, સુરેન્દ્રનગર
રાજ્યકક્ષાના મંત્રીઓ
પ્રદિપસિંહ જાડેજા લીમખેડા, દાહોદ
બચુભાઇ ખાબડ શેહરા, પંચમહાલ
જયદ્રથસિંહજી પરમાર સરસ્વતી, પાટણ
ઇશ્વરસિંહ પટેલ ધોળકા, અમદાવાદ
વાસણ આહિર નડીયાદ, ખેડા
વિભાવરીબેન દવે દાંતા, બનાસકાંઠા
રમણલાલ પાટકર જસદણ, રાજકોટ
કિશોર કાનાણી ધરમપુર, વલસાડ
યોગેશ પટેલ માંડવી, સુરત
ધર્મેન્દ્રસિંહ જાડેજા અબડાસા, કચ્છ
રાજ્યના 10 જિલ્લાઓમાં કલેક્ટરના હસ્તે ધ્વજવંદન
નવસારીના જલાલપોરમાં, ડાંગના સુબીરમાં, મોરબીના હળવદ, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, મહિસાગરના બાલાસિનોર, અરવલ્લીના મોડાસા, બોટાદના ગઢડા તેમજ ગીર સોમનાથના વેરાવળ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં તથા પોરબંદર જિલ્લાના મુખ્યમથક પોરબંદરમાં સંબંધિત જિલ્લાના કલેક્ટર ધ્વજવંદન કરાવ્યું હતું.

X
Gujarat celebrates Independence Day in Chhota Udepur
Gujarat celebrates Independence Day in Chhota Udepur
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી