વિવાદના એંધાણ / વડોદરાના 3.5 કિ.મી.ના સૌથી લાંબા બ્રિજ માટે ડો.આંબેડકરની પ્રતિમા હટાવવી કે કેમ? પાલિકા મૂંઝવણમાં મૂકાઇ

Controversy start of Dr. Ambedkar statue on race course circle in vadodara

Divyabhaskar.com

Jul 14, 2019, 11:36 AM IST

વડોદરાઃ રાજ્યના સૌથી લાંબા સાડા ત્રણ કિલોમીટરની લંબાઇમાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ફ્લાય ઓવરનું નિર્માણ થઇ રહ્યુ છે, ત્યારે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને યથાવત રાખવી કે ખસેડવી તે અંગે પાલિકાનુ તંત્ર અવઢવમાં મૂકાયું છે.

પ્રતિમાને લઇને પાલિકાનું તંત્ર દ્વિધામાં પડ્યું
ગેંડા સર્કલથી જેપી રોડ સ્થિત મનીષા ચોકડી સુધીના શહેરના સૌથી લાંબા ફ્લાય ઓવરનું હાલમાં તબક્કાવાર રીતે બાંધકામ થઇ રહ્યું છે. જીયુવીએનએલની કચેરી પાસે 30 વર્ષ અગાઉ મૂકાયેલી ડો.ભીમરાવ આંબેડકરની પ્રતિમા મૂકાઇ હતી. આ પ્રતિમા પર દર વર્ષે 14 એપ્રિલે પુષ્પાંજલિ અર્પવામાં આવે છે. ફલાય ઓવરની કામગીરી આ પ્રતિમાની બંને બાજુ પૂર્ણતાના આરે છે અને હવે તેનો છેડો આ પ્રતિમાના સર્કલ પર પહોંચ્યો છે. આ સંજોગોમાં આગામી તબક્કાની કામગીરી કેવી રીતે પાર પાડવી તે પાલિકા અને કોન્ટ્રાકટર માટો કોયડો બન્યો છે. બ્રિજનો ઉપરનો ભાગ ડો.આંબેડકરની પ્રતિમાની ઉપર રાખવો કે પછી પ્રતિમાને હંગામી ધોરણે ખસેડવી તેવો પ્રશ્ન ઉભો થતાં પાલિકાનું તંત્ર દ્વિધામાં પડી ગયું છે.

પ્રતિમાને મૂળ સ્થિતિમાં જ રાખવાની છે
આ પ્રતિમા વર્ષોથી આ સ્થળે છે અને તેને ત્યાં જ મૂળ સ્થિતિમાં રાખવામાં આવશે. બ્રિજની નીચેના ભાગે આ પ્રતિમા રહેશે અને તેના કારણે દર વર્ષે તા.14 એપ્રિલે થતા કાર્યક્રમમાં સરળતા રહેશે.
ડો.જીવરાજ ચૌહાણ, ડેપ્યુટી મેયર

પ્રતિમાની ગરિમા જળવાય તે જરૂરી
અગાઉ પ્રતિમા ન ખસેડવાની અમને ખાતરી પણ મળી હતી. બ્રિજ બન્યા બાદ પણ બાબાસાહેબની પ્રતિમાની ગરિમા જળવાય તે ખુબ જરૂરી છે અને તેના માટે જરૂર પડે આંદોલન પણ કરીશું.
-પુષ્પાબહેન વાઘેલા, વિપક્ષી કાઉન્સિલર

હજી કશું નક્કી નથી, ચર્ચા બાકી છે
હાલમાં પ્રતિમાને ખસેડવી કે મૂળ સ્થિતિમાં રાખવી તેનો નિર્ણય હજી લેવાયો નથી. જે નિર્ણય લેવાશે તે મુજબ કામગીરી કરવામાં આવશે.
અમૃત મકવાણા, કાર્યપાલક ઇજનેર(બ્રિજ), વડોદરા મહાનગરપાલિકા

X
Controversy start of Dr. Ambedkar statue on race course circle in vadodara
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી