વડોદરા / ડાયમંડ પાવરના લેણદારોની યાદી મંગાવી તો ભટનાગર બંધુએ પણ પોતાની કંપની સામે જ 3 કરોડનો ક્લેમ કર્યો!

અમિત ભટનાગરની ફાઇલ તસવીર
અમિત ભટનાગરની ફાઇલ તસવીર

  • દેવાદાર કંપની સામે ક્રેડિટર્સ, કર્મચારી અને બેંકો દ્વારા બાકી નાણાં માટે કલેમ રજૂ કરાયા 
  • અમિત ભટનાગરે 1.30 કરોડ અને સુમિતે 1.70 કરોડ માગ્યા 
  • વિવિધ ટેકસ પેટે જ 462 કરોડથી વધુની રકમ બાકી બોલે છે

Divyabhaskar.com

Jul 13, 2019, 03:20 AM IST

વડોદરાઃ ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના અમિત ભટનાગર અને સુમિત ભટનાગરના બેંક લોનનો આંકડો 2,654 કરોડથી વધીને 3,643 કરોડ સુધી આવી પહોંચ્યો છે. કંપનીના 217 એમ્પલોઇઝ દ્વારા તેમના બાકી નિકળતા પૈસા માટેકંપની સામે ક્લેમ કર્યા છે.જેમાં અમિત સુરેશ ભટનાગરે 1.30 કરોડની માંગણી કરી છે,જ્યારે સુમિત સુરેશ ભટનાગરે 1.70 કરોડની માંગણી કરી છે.

કૌભાંડની રકમમાં થયો વધારો
આમ, ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભટનાગર બંધુઓએ કૌભાંડ કરવા માટે ફડચા અધિકારી પાસે બાકી નિકળતા 3 કરોડની માંગણી મૂકી છે. જેને પગલે ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ના ડાઇરેક્ટરોનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે. બેંકોનાં નાણાં ડુબાડનારે કંપની પાસેથી પોતાનાં નાણાં અંગેનો ક્લેમ રજૂ કર્યો છે. બેંક ડિફોલ્ટર ભટનાગર બંધુઓએ કંપનીના લેણદાર તરીકે પ્રથમ વખત ક્લેઇમ રજૂ કર્યો છે. અગાઉ ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ટર લિ.નું બેંક લોન કૌભાંડ 2,654 કરોડનું હોવાનો અંદાજો લગાડવામાં આવતો હતો. ફડચાની પ્રક્રિયા અંતર્ગત દ્વારા કંપની પાસેથી લેવાનાં નાણાં અંગે વિવિધ પાર્ટીઓ પાસેથી ક્લેઇમ મંગાવવામાં આવ્યા હતા. જેમાં 217 એમ્પલોઇ, ઓપરેશનલ ક્રેડિટર્સ ક્લેઇમ-47, રીલેટેડ પાર્ટી ક્લેઇમ-4, ફાઇનાન્શિયલ ક્રેડિટર્સ ક્લેમ-18 અને અધર ક્રેડિટર ક્લેઇમ-1 રજૂ કરવામાં આવ્યા હતા. તમામ દ્વારા રજૂ કરવામાં આવેલ ક્લેમ અનુસાર કંપની પાસેથી 3,643 કરોડનું લેણું બાકી છે. આમ, અગાઉની સરખામણીમાં કૌભાંડની રકમમાં 989 કરોડનો વધુ ઉમેરો થવા પામ્યો છે.

ફાઇનાન્શિયલ ક્રેડિટર્સને બાકી ચૂકવવાનાં લેણાંની વિગતો

ફાઇનાન્શિયલ ક્રેડિટર્સનું નામ બાકી લોન
છત્તીસગઢ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ ગ્રેજ્યુઇટી એન્ડ પેન્શન ફંડ રૂ.9.10 કરોડ
બેંક ઓફ મહારાષ્ટ્ર રૂ.9.7 કરોડ
સિન્ડિકેટ બેંક રૂ.11.3 કરોડ
આઇ.એફ.સી.આઇ લિમિટેડ રૂ.52.3 કરોડ
ટાટા કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસ લિ રૂ.18 કરોડ
દેના બેંક રૂ.207 કરોડ
દેના બેંક પેન્શન એન્ડ ગ્રેજ્યુઇટી ફંડ રૂ.15.6 કરોડ
કોર્પોરેશન બેંક રૂ.145 કરોડ
એલ. એન્ડ ટી ફાઇનાન્સ રૂ.29.7 કરોડ
બેંક ઓફ ઇન્ડિયા રૂ.748 કરોડ
એક્સિસ બેંક રૂ.215 કરોડ
એક્ઝિમ બેંક રૂ.63.2 કરોડ
ઇન્ડિયન ઓવરસીઝ બેંક રૂ.119 કરોડ
બેંક ઓફ બરોડા રૂ.296 કરોડ
અલાહાબાદ બેંક રૂ.275 કરોડ
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૂ.279 કરોડ
આઇ.સી.આઇ.સી.આઇ બેંક રૂ.286 કરોડ
યુકો બેંક રૂ.52 કરોડ

કમિશ્નરેટ(1) રૂ.26.4 લાખ
કમિશ્નરેટ(2) રૂ.16.6 લાખ
કમિશ્નરેટ(3) રૂ.47.7 લાખ
કમિશ્નરેટ(4) રૂ.240 કરોડ
એમ્પ્લોઇ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન રૂ.17.3 લાખ

વિવિધ ટેક્સ પેટે ચૂકવવાનાં બાકી નિકળતાં નાણાં

સંસ્થા બાકી નાણાં
સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ (ઇન્ડિયા) લિ. રૂ.1.06 લાખ
સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત રૂ.416 કરોડ
ઇ.એસ.આઇ કોર્પોરેશન રૂ.88 હજાર
સી.જી.એસ.ટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ રૂ.46.7 કરોડ
X
અમિત ભટનાગરની ફાઇલ તસવીરઅમિત ભટનાગરની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી