ઉપવાસ આંદોલન / ખેડૂતોને શેરડીના 24 કરોડ ન ચૂકવાતા નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે વડોદરા સુગરના કસ્ટોડિયન પદેથી રાજીનામુ આપ્યું

ઘનશ્યામ પટેલ
ઘનશ્યામ પટેલ

  • શેરડીના નાણાં ન મળતા 3 દિવસથી ખેડૂતો પ્રતિક ઉપવાસ પર બેઠા છે

Divyabhaskar.com

Dec 05, 2019, 03:09 PM IST

વડોદરાઃ ગંધારા સુગરમાં ખેડૂતોએ વર્ષ 2018-19માં 2 લાખ ટન શેરડી નાંખી જેનું પિલાણ કરીને સુગરના સંચાલકોએ રૂ. 85 કરોડની આવક કરી છે, જેની સામે 2200 ખેડૂતોના રૂ.24 કરોડ સંચાલકોએ ન ચુકવતા ખેડૂતો રોષમાં છે. પોતાની રકમ મેળવવા માટે 3 દિવસથી ખેડૂતો પ્રતિક ઉપવાસ પર બેઠા છે. જેને પગલે ઘનશ્યામ પેટેલે વડોદરા સુગરના કસ્ટોડિયન પદેથી રાજીનામુ આપ્યું છે.
આશરે રૂ. 24 કરોડ રૂપિયા બાકી
ગંધારા સુગરમાં વર્ષ 2018-19ની પીલાણ સિઝનમાં આશરે 2200 જેટલા ખેડૂતોએ અંદાજીત 2 લાખ ટન શેરડી પિલાણ માટે આપી હતી. જેમાંથી 1.84 લાખ ગુણ ખાંડ બનાવી જેમાંથી રૂ. 56 લાખની આવક થઈ છે. જ્યારે રૂ. 4 કરોડ મોલાસીસમાંથી તેમજ રૂ. 2 કરોડ બગાસમાંથી આવક કરાઈ છે. જ્યારે સુગરના સંચાલકોએ ખેડૂતો પાસેથી નોન રીફન્ડેબલ ડિપોઝીટ રૂ. 30 પ્રમાણે પ્રતિ ટને અત્યાર સુધીની આશરે 75 લાખ ટન શેરડીના આશરે રૂ. 22.55 કરોડની આવક જમા કરી છે. આમ ખેડૂત ઉત્પાદકોની શેરડીનાં પીલાણ કર્યાં પછી કુલ સુગરના સંચાલકોએ આશરે રૂ. 85 કરોડની આવક મેળવી તેમજ છતા 2200 ખેડૂતોને તેમણી શેરડીનાં આશરે રૂ. 24 કરોડ આજ દિન સુધી મળ્યાં નથી. ખેડૂત સમાજની માંગણી છે કે, સરકારે ખેડૂતોના હિતમાં સંચાલકો સામે કાયદેસર પગલા ભરવા માગ કરાઇ છે.
પ્રતિક ઉપવાસ દરમિયાન કરજણના ખેડૂતનું મોત
ગંધારા સુગર મિલ કરજણ અને આસપાસના 2200 ખેડૂતોને નવ નવ મહિનાથી શેરડીના 24 કરોડ જેટલી માતબર રકમ આપી રહ્યું નથી. ત્યારે તેના વિરોધ માટે ગાંધારા ખાતે એકત્ર થયેલા ખેડૂતો પૈકીના કરજણના સન્યાલ ગામના નવનીતભાઇ ભટ્ટની તબિયત મંગળવારે સાંજે લથડી હતી. તેમને વડોદરાની પ્રતાપનગર ખાતેની સ્પંદન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આજે બુધવારે સાંજે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના મોતના પગલે ખેડૂતોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.

(અહેવાલ અને તસવીરોઃ જતિન વ્યાસ, કરજણ)

X
ઘનશ્યામ પટેલઘનશ્યામ પટેલ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી