કેવડિયા / ઉપરવાસમાંથી સતત પાણીની આવકને પગલે નર્મદા ડેમની સપાટી 132.02 મીટરે પહોંચી, ડેમના 7 દરવાજા ખોલાયા

Divyabhaskar.com

Aug 14, 2019, 03:48 PM IST

વડોદરાઃ સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઇ રહી છે. ઉપરવાસમાંથી હાલ 59,935 ક્યુસેક પાણીની આવક છે. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટી 132.02 મીટર ઉપર પહોંચી ગઇ છે. હાલ નર્મદા ડેમના 7 ગેટ ખોલવામાં આવ્યા છે. જેથી નર્મદા નદીમાં 1,17,519 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

નર્મદા નદી સાત દિવસથી બે કાંઠે વહી રહી છે
નર્મદા ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલા પાણીને કારણે નર્મદા નદી છેલ્લા સાત દિવસથી બે કાંઠે વહી રહી છે. અને નર્મદા ડેમના RBPHનાં 1200 મેગાવોટના 6 યુનિટ ચાલુ છે જેથી રોજની અંદાજિત 6 કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન થઇ રહ્યું છે.

નર્મદા ડેમથી વિયર ડેમ સુધી 12 કિ.મી.નું સરોવર બન્યું

નર્મદા ડેમથી 12 કિ.મી. દૂર 300 કરોડના ખર્ચે એક વિયર ડેમ કમ કોઝ વે બનાવવામાં આવ્યો છે. જે હાલ ઓવરફ્લો થઈ રહ્યો છે. જેના ઉપરથી બે મીટર પાણી વહી રહ્યું છે. જેને પગલે પ્રવાસીઓ માટે એક આકર્ષણ રૂપ બની રહ્યો છે. નર્મદા ડેમથી વિયર ડેમ સુધી 12 કિ.મી. લાબું સરોવર રચાયું છે. જે હાલ સંપૂર્ણ ભરાઈ ગયું છે. જેથી આગામી સમયમાં આ 12 કિ.મી. સરોવરમાં પેડલ બોટિંગ, સ્પીડ બોટિંગ અને કેપસ્યુલ બોટિંગ દ્વારા પ્રવાસીઓ મનોરંજન મેળવી શકશે.

(અહેવાલ અને તસવીરોઃ પ્રવિણ પટવારી, રાજપીપળા)

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી