વડોદરા / ટ્રાન્સફોર્મરમાં ફસાયેલી પતંગ કાઢવાની કામગીરી કરતા એમજીવીસીએલના કર્મચારીનું વીજ કરંટ લાગતા મોત

MGVCL employee death on transformer of current in kite trapping

  • વીજ કરંટ લાગતા કર્મચારીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઇ જવાયો હતા

Divyabhaskar.com

Jan 16, 2020, 04:38 PM IST
વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એમજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં ફસાયેલી પતંગ કાઢવાની કામગીરી દરમિયાન વીજ કંપનીના કર્મચારીનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
હોસ્પિટલમાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યાં
વડોદાર શહેરના પ્રતાપનગર વિસ્તારમાં વિશ્રામ બાગ પાસે આવેલા 3, અમર એપાર્ટમેન્ટમાં રહેતા અર્જુનભાઇ વસુદેવભાઇ બેલાની(40) એમ.જી.વી.સી.એલ.માં નોકરી કરે છે. આજે સવારે તેઓ માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે ટ્રાન્સફોર્મરમાં ફસાયેલી પતંગો કાઢવાની કામગીરીમાં ગયા હતા. ડી.પી.માં ફસાયેલી પતંગ કાઢી રહ્યા હતા. તે સમયે તેઓને વીજ કરંટ લાગતા પટકાયા હતા. તુરંત જ સાથી કર્મચારીઓ તેઓને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યાં હતા. આ બનાવ અંગે માંજલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનોન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
X
MGVCL employee death on transformer of current in kite trapping
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી