તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Manjalpur Police Station's Police Constables Honesty, Returned The Lost Businessmans 50 Thousand Rupees In Vadodara

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલની ઇમાનદારી, વેપારીના ખોવાયેલા 50 હજાર રૂપિયા પરત કર્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાઃ વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ હરપાલસિંહ પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરજ પર હતા, તે સમયે મકરપુરા એરફોર્સ પાસેની સરસ્વતી ટાઉનશીપમાં રહેતા વેપારી રાકેશ મધુસુધનભાઇ પારેખ એક્ટિવા લઇ પીઆઇને મળવા માટે આવ્યાં હતા. તેઓ જ્યારે પોલીસ સ્ટેશનથી પરત નીકળ્યા તે સમયે તેમની પ્લાસ્ટિકની થેલીમાં મૂકેલા 80 હજાર પૈકીના 50 હજાર રૂપિયાનુ બંડલ થેલી ફાટી જતાં રસ્તામાં પડી ગયું હતું. આ બંડલ પોલીસ કોન્સટેબલ હરપાલસિંહને મળ્યું હતું. જેથી તેઓએ 50 હજાર રૂપિયાના બંડલ અંગે પીઆઇને જાણ કરી હતી. રાકેશભાઇ થોડા સમય બાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને 50 હજારનું બંડલ ખોવાયું હોવાની જાણ કરી હતી. જેથી હરપાલસિંહે રૂપિયાનું બંડલ રાકેશભાઇને પરત કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો