એમ.એસ.યુનિવર્સિટીમાં માધવબાગ દ્વારા 11 ડિસેમ્બરે હ્રદયરોગ વિજયોત્સવ સંકલ્પનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીમાં માધવબાગ દ્વારા 11 ડિસેમ્બરના રોજ હ્રદયરોગ વિજયોત્સવ સંકલ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આયુર્વેદિક પધ્ધતીથી હ્રદયરોગને અટકાવવા માટે માધવબાગ સંસ્થા કાર્યરત છે.
ગુજરાતના રિજીયોનલ મેડિકલ હેડ ડો. સાદિક ખાને જણાવ્યું હતું કે, આયુર્વેદિક કાર્ડીયાક કેર દ્વારા હ્રદયરોગનું વિવિધ પધ્ધતિ દ્વારા શુધ્ધિકરણ કરવામાં આવે છે. તા.11 ડિસેમ્બરે એમ.એસ. યુનિવર્સિટી ખાતે યોજાનાર વિજયોત્સવ સંકલ્પમાં હ્રદયરોગ સામે આયુર્વેદિક ચિકીત્સાથી જીત મેળવનાર 50 દર્દીઓને સન્માનીત કરવામાં આવશે. માધવબાદ દ્વારા છેલ્લા 10 વર્ષમાં 25000 વર્કશોપ યોજવામાં આવ્યા છે. મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં હ્રદયરોગથી થતાં મૃત્યુદરને ઘટાડવાનો છે. માધવબાગનું ગુજરાતમાં આગામી વર્ષોમાં 150 ક્લિનીક શરૂ કરવાનું આયોજન છે.

અન્ય સમાચારો પણ છે...