તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાલો અમદાવાદ... STનો સ્ટાફ મુસાફરોને બૂમો પાડી બોલાવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પ્રિમિયમ સર્વિસમાં પેસેન્જર વધારવા લક્ષ્યાંક અપાયો
  • મુખ્ય ડેપો, મકરપુરા અને સમા ખાતે ખાસ માણસો નિમાયા

વડોદરાઃ જો હવે તમે એસટી ડેપો ખાતે એસ.ટી. કર્મચારીને વિવિધ સ્ટેશનો માટે બુમો પાડતા જુઓ તો ચોંકશો નહી. ખાનગી બસ ચાલકો ચાર રસ્તે ઉભા રહી પેસેન્જરોને બુમો પાડી બસમાં બેસવા બોલાવે છે તેવી હાલત એસ.ટી. વિભાગની થઇ છે. એસ.ટી. વિભાગ દ્વારા તમાંમ ડેપોને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. પ્રિમીયમ અને વોલ્વો બસમાં હાલ મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા વધારવા આદેશ થયો છે. તે માટે એસ.ટી. દ્વારા શહેરના વિવિધ ડેપો ખાતે સ્પેશિયલ માણસો મૂકવામાં આવ્યા છે.

આવક વધારવાનો લક્ષ્યાંક
રાજ્યના એસટી વિભાગ દ્વારા તેમની પ્રીમીયમ સર્વીસ એવી વોલ્વો બસ માં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા વધારવા ત્રણ ઘણો લક્ષ્યાંક અપાયો છે. આ માટે એસ.ટી. વિભાગ ને પણ ખાનગી ઓપરેટરો જેવુ રોડ પર ઉતરવુ પડ્યુ છે. શહેરના સમાં થી ઉપડતી નહેરૂ નગરની બસો માટે સુપરવાઇઝર પ્રત્યેક બસ દિઠ મુસાફરોને બેસાડવા સુધીની કામગીરી કરે છે. એસ.ટી. દ્વારા વડોદરા મુખ્ય ડેપો ખાતે 2 માણસ ,મકરપુરા ખાતે 1 અને સમા ખાતે 1 માણસ મૂકવામાં આવ્યા છે. સાથે સ્પોટ બુકીંગ કરતા કંડકટરો પણ મુસાફરોને વોલ્વો જેવી બસ અંગે માહીતગાર કરશે. જોકે હયાત મુસાફરોની સંખ્યા અને લક્ષ્યાંક વચ્ચે ત્રણ ગણો ફરક છે. જે કર્મચારીઓ માટે ચિંતાનુ કારણ બન્યુ છે. વડોદરાથી અંદાજે 35 જેટલી ટ્રીપ પસાર થાય છે. મુસાફરોની સંખ્યા વધારી આવક વધારવા માટે કર્મચારીઓને લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. 

અમદાવાદથી વડોદરા ટાર્ગેટ 
નહેરૂનગર 592-658
પાલડી170-189
અમદાવાદ 170-189
સીટીએમ 372-413
અમિતનગર 372-413
વડોદરા 1240-1378

અમે એનાઉન્સમેન્ટ કરીશું
અમે એનાઉન્સમેન્ટ કરીશુ, કંડક્ટરને પ્રોત્સાહિત કરવા જણાવ્યું છે. તેમજ અન્ય પગલાં પણ લીધા છે. અમે ખાસ આ માટે માણસો ડેપો પર મૂક્યા છે. - મુકેશ પટેલ, ડીટીઓ, વડોદરા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો