તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરાઃ મંગળવારે શહેરીજનો ઉત્સાહભેર પતંગોત્સવ મનાવશે તેની પૂર્વ સંધ્યાએ પતંગબજારોમાં ખરીદી કરવા શહેરીજનો ઉમટ્યા હતા. 100 વર્ષ જૂના પતંગબજારમાં મોડી રાત સુધી હરાજીમાં ખરીદી કરી હતી. મંગળ અને બુધ ધાબાઓ પર ઉંધિયા જલેબીની મિજબાની અને ડી જે ના શોર વચ્ચે એ કાઇપો છે..નો હર્ષનાદ ગુંજી ઉઠશે.
હરાજીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં
શહેરના ચાર દરવાજા વિસ્તારમાં છેલ્લા 100 વર્ષથી પણ જૂનું પતંગ બજાર અસ્તિત્વમાં આવેલુ છે. જ્યારે ઉત્તરાયણની આગલી રાતે 12 વાગે ચાર દરવાજા વિસ્તારમાં પતંગોની હરાજી પણ કરવામાં આવે છે. આ હરાજીમાં હજારોની સંખ્યામાં શહેરીજનો પતંગ ખરીદવા માટે આવતાં ચાર દરવાજા વિસ્તારમાં પગ મુકવાની પણ જગ્યા રહેતી નથી.ત્યારે 100 વર્ષથી જુના પતંગ બજારની હરાજી હજુ પણ જીવંત રહેલી છે. 13 જાન્યુઆરીની રાતે પણ યોજાયેલી હરાજીમાં હજારો લોકો પતંગ ખરીદવા માટે પહોચ્યાં હતાં. જેના કારણે ગેંડીગેટ રોડ પર માનવમહેરામણ ઉમટ્યો હતો. તેમજ દરેકના હાથમાં રંગબેરંગી પતંગોનો જથ્થો જોવા મળી રહ્યો હતો.
ઉત્તરાયણ ઉજવવા માટે પાંચ હજાર NRI શહેરમાં આવે છે
શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલી અલગ અલગ પોળમાં રહેતા લોકો ભલે પોળમાંથી નિકળીને અન્ય સ્થાને કે વિદેશમાં સ્થાયી થયા હોય પરંતું ઉત્તરાયણનો તહેવાર કરવા માટે હજુ પણ પોળમાં જ આવી પરિવાર સાથે પતંગો ચગાવે છે. ખાસ કરીને ચાલુ વર્ષે 5 હજારથી વધુ એન.આર.આઈ વડોદરા ઉત્તરાયણ કરવા માટે પહોચ્યાં છે. આ એન.આર.આઈ પોળમાં પોતાના તેમજ સગા-સંબંધીઓના ધાબે પતંગો ચગાવશે.
18 વર્ષથી પતંગ ચગાવવા આવું છું, 70 હજાર વાર દોરો સુતાવું છું - અશોક પટેલ, ન્યૂયોર્ક
હું અમેરિકાના ન્યુયોર્ક ખાતે મારા પરિવાર સાથે રહું છું.તેમજ રીયલ એસ્ટેટ તેમજ ટેલીકોમ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલું છું. આમ વડોદરામાં મારૂ મકાન અલકાપુરી ખાતે આવેલું છે. જ્યારે છેલ્લા 18 વર્ષથી હું દુનિયાના ગમે તે છેડે હોવ પરંતું ઉત્તરાયણ કરવા વડોદરા જરૂર આવું છું. હું ઉત્તરાયણના તહેવારોમાં જ્યારે વડોદરા આવું ત્યારે પહેલો સુરત જઈને 70 હજાર વાર દોરો સુતાવું છું. જ્યારે 25 થી 30 કોડી પતંગ ખરીદું છું. ટાવર રોડ પર આવેલા દુલીરામ પેંડાની બાજુની ઈમારતના ધાબે થી જ હું પતંગ ચગાવું છું.
વડોદરાની અને તેમાંય પોળની ઉત્તરાયણની મજા જ અલગ છે - નૈતીક દાણી, અમેરિકા
અમે છેલ્લા 10 વર્ષથી અમેરિકા ખાતે રહીએ છીએ. પરંતુ ઉત્તરાયણ કરવા તો વડોદરા જ આવીએ છીએ. વડોદરામાં ઉત્તરાયણની મઝા જ અલગ હોય છે, તેમજ પતંગ ચગાવવાનો શોખ હોવાથી અમેરિકાથી દર વર્ષે પરીવારને મળવા ડિસેમ્બરમાં નહી પરંતુ જાન્યુઆરીમાં વડોદરા આવે છે. અમે બાજવાડામાં ઉછરીને મોટા થયા હોવાથી પોળની ઉતરાણનો ભારે શોખ છે. મારી નાની દિકરી આર્નાને પણ પતંગનો ભારે શોખ છે. અગાસી પર ફટાકડા ફોડવાની મઝા શબ્દોમાં કહી શકાય નહી.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.