તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિન્નર અખાડાએ નકલી કિન્નરને ઝડપી જાહેરમાં માર મારી વાળ કાપ્યાં, પોલીસ પર અરજી ન લેવાનો કિન્નરોનો આક્ષેપ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વારસિયા પોલીસ સ્ટેશનમાં અમારી અરજી લીધી નહીં, ખોટી રીતે હેરાન કર્યાં: કિન્નર
  • કિન્નરોનું કાર્ડ લઇ 1 લાખ રૂપિયા ઉઘરાવ્યાં

વડોદરાઃ શહેરના કિન્નર સમાજના અખાડાએ નકલી કિન્નરને ઝડપી પાડી માંડવી વિસ્તારમાં લાવી જાહેરમાં વાળ કાપ્યાં હતા. જેને લઇને બનાવટી કિન્નર સિટી પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યારે પોલીસે કિન્નરોની માગ સ્વીકારી તેને જેલમાં પૂર્યો હતો. ઉલ્લેખનીય છે કે, નકલી કિન્નરે ખોટા નામથી વેશ્યાવૃતિ કરી 1 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા. કિન્નરો નકલી કિન્નરને મેથીપાક ચખાડી વારસિયા પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા. 

પોલીસ પપર હેરાનગતિનો કિન્નરોનો આક્ષેપ
આ મામલે કિન્નર ઝોયા કુંવર બેબોએ જણાવ્યું હતું કે, એક નકલી કિન્નર અમારું કાર્ડ લઇને ફરતો હતો. અમારા વિઝિટિંગ કાર્ડ પર અમારું અને અમારા ગુરુનું નામ હોય છે. તે અમારા કાર્ડથી વેશ્યાવૃતિ કરતો હતો. તે હકીકતમાં કિન્નર નથી, તે છોકરો છે. આ ઉપરાંત તેની અમારા સમાજની કોઇ વિધિ પણ થઈ નથી. ખોટા નામથી વેશ્યાવૃતિ કરી ગધેડા માર્કેટ પાસેના વુડાના મકાનમાં રહેતો હતો. ત્યારે અમે આ મામલે વારસિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને અરજી કરી હતી. પરંતુ પોલીસે અમારી અરજી સ્વીકારી નહોતી. પોલીસે અમને ખોટી રીતે હેરાન કર્યાં હતા. આ ઉપરાંત અમે જ્યારે એ કિન્નરને લોકઅપમાં મળવા ગયા ત્યારે પોલીસની સામે નકલી કિન્નરે મને લાફો માર્યો હતો. મને ખોટી રીતે હેરાન કરી ઘરેણાં તોડ્યા હતા.’ આ સિવાય તેમની માગ છે કે, તે નકલી કિન્નર છોકરો છે તો છોકરો રહે અને ગામડેથી આવ્યો છે તો ત્યાં પાછો જતો રહે.

અન્ય સમાચારો પણ છે...