તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Innovative Experiments By A City Bus, Like A School Van, Will Be Taken From The City Bus To The School

સિટી બસ દ્વારા નવતર પ્રયોગ, સ્કૂલ વાનની જેમ સિટી બસ શાળાથી ઘેર લેવા-મૂકવા આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાની 15 શાળાએ સિટી બસ તંત્ર પાસે બસ ફાળવવા માગણી કરી
  • માત્ર રૂ.135નો માસિક પાસ : ગરીબ બાળકોને સસ્તી મુસાફરી સાથે સુરક્ષા
  • વડોદરાની ત્રણ સ્કૂલ માટે સેવા શરૂ કરાઈ, બસમાં સેફ્ટી માટે કંડક્ટર હશે

વડ઼ોદરા: સ્કૂલ વર્દીવાનમાં જોખમી મુસાફરી કરવાનું આગામી સમયમાં ભૂતકાળ બનશે. ગુજરાતમાં વડોદરા ખાતે સ્કૂલ વર્દીવાન જેવી સુવિધા આપવાનુ સિટી બસ સેવા દ્વારા શરૂ થયું છે. પ્રાથમિક તબક્કે અકોટા અને તાંદલજા અને એકતાનગરથી ત્રણ સ્કૂલો માટે પ્રારંભ થયો છે. માત્ર રૂ. 135ના માસિક પાસમાં બાળકો સ્કૂલે જઇ શકશે.

વિદ્યાર્થિનીઓ માટે ગેંડીગેટ સરકારી સ્કૂલ બસ શરૂ કરાશે: શહેરની 15 શાળા દ્વારા માગ શહેરમાં સ્કૂલ વર્દીવાન દ્વારા અંદાજે 1.5 લાખ બાળકો સ્કૂલે જાય છે. રિક્શા અને વાન સહિત અંદાજે 10 હજાર વાહનો બાળકોને સ્કૂલેથી લેવા મૂકવાનું કામ કરે છે. જે એક બાળકના  રૂ. 400થી રૂ. 1200 વસૂલે છે. નિયમ કરતાં વધુ બાળકો બેસાડે છે તેમજ સુરક્ષા સાથે બાંધછોડ થાય છે. ત્યારે શહેરમા શરૂ થયેલા નવા કોન્સેપ્ટમાં વિનાયક લોડિસ્ટિકે અકોટા વિસ્તારનાં બાળકોને સલાટવાડામાં આવેલી મરાઠી સ્કૂલ માટે લાવવા-લઇ જવા સિટી બસ ફાળવી છે. આ બસ અકોટામાં નિયત ત્રણ સ્થળે ઉભી રહેશે. માસિક પાસ કઢાવેલા 32 વિદ્યાર્થીઓ આ બસમાં રોજ શાળાએ આવજા કરશે. આવી જ રીતે તાંદલજાના વિદ્યાર્થીઓ એમ.સી. હાઇસ્કૂલ અને આજવા રોડ એકતાનગરની માત્ર વિદ્યાર્થિનીઓ માટે ગેંડીગેટ સરકારી સ્કૂલની એક બસ શરૂ થશે. શહેરમાંથી કુલ 15 શાળા દ્વારા માગણી થઇ છે.

શું ફાયદો થશે? 
- માત્ર રૂ. 135નો પાસ 
- મોટાં માટે રૂ. 250નો પાસ 
- વીમાનું સુરક્ષા કવચ
- દરેકને બેસવા સીટ મળશે
- કોઇ દિવસ બસ આવે નહીં તેવું ન બને
- માત્ર 10 વિદ્યાર્થીઓ માટે પણ શરૂ થશે.
- વેકેશનના પૈસા ચૂકવવા નહીં પડે. 
- ધો.1થી 10નાં બાળકો સમાવાશે.
- બસમાં સેફ્ટી માટે કંડક્ટર હશે.

ખાનગી બસનો  કોન્ટ્રાકટ પોસાય તેમ નથી: કેટલીક ખાનગી સ્કૂલોને બસ સર્વિસ શરૂ કરવી છે. પરંતુ ખાનગી બસ અોપરેટર સાથે વાર્ષિક કોન્ટ્રાક્ટ કરવો પડે . મોઘું પડે. અનેક માથાકૂટ થાય. તેથી તેઓ સિટી બસ સેવા સાથે ટાયઅપ કરી રહ્યા છે. સિટી બસ તો તૈયાર હોય છે. કહે ત્યારે ત્યાં મોકલવાની. કોઇ કોન્ટ્રાકટ નહીં ,મોંઘો ખર્ચ નહીં. 

બસમાં સ્કૂલે જતાં બાળકો જોઇ વિચાર આવ્યો: રોજ નાનાં છોકરાં ઘરેથી સ્ટેશન આવે અને બીજી બસ બદલી સ્કૂલે જાય. અા જોઇને વિચાર આવ્યો કે ઘરેથી સીધી બસ સ્કૂલ માટે શરૂ કરી શકાય. શાળાને પણ આ કોન્સેપ્ટ ગમ્યો

-નરેન્દ્રસિંહ  રાણા, મેનેજર, વિનાયક લોજિસ્ટિક

અન્ય સમાચારો પણ છે...