તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આફ્રિકા સામેની મેચમાં ભારતીય મહિલા ટીમે ત્રણેય મેચમાં જીત મેળવીને વ્હાઈટ વોશ કર્યો 

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં રમાયેલી મહિલા ક્રિકેટની ત્રણેય વન ડેમાં ભારતની મહિલાઓએ બાજી મારી હતી. - Divya Bhaskar
વડોદરામાં રમાયેલી મહિલા ક્રિકેટની ત્રણેય વન ડેમાં ભારતની મહિલાઓએ બાજી મારી હતી.
  • ભારતે પ્રથમ દાવમાં 147 રન કર્યા હતા. સાઉથ આફ્રિકા 140 રનમાં ઓલાઉટ
  • મહિલા ક્રિકેટ મેચને માણવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસીયાઓ ઉમટી પડ્યા

વડોદરાઃશહેરના આઇ.પી.સી.એલ. ગ્રાઉન્ડ ખાતે રમાઇ રહેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચોની મહિલા વન-ડે સીરીઝમાં ભારતનો 6 રને વિજય થયો છે. મહિલા ટીમે સારી બોલીંગ અને ફિલ્ડીંગ કરતા ત્રીજી વન-ડે જીતીને વ્હાઇટવોશ કર્યો છે.

આફ્રિકા પાસેથી જીતની બાજી છીનવી
શહેરના આઇ.પી.સી.એલ. ગ્રાઉન્ડ ખાતે રમાઇ રહેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચોની મહિલા વન-ડે સીરીઝની અંતિમ મેચ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ લીધી હતી. ભારતે નિર્ધારીત 50 ઓવરની મેચમાં 146 રન કર્યા હતા. તેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 140 રનમાં ઓલાઉટ થઇ જતાં ભારતનો 6 રને વિજય થયો હતો.ત્રણ વન-ડે મેચની સીરીઝમાં અંતિમ વન-ડે મેચ જીતવા માટે સાઉથ આફ્રિકાની ટીમ આક્રમકમુડમાં મેદાનમાં ઉતરી હતી. અને ભારતીય ટીમને 146 રનમાં જ તંબુ ભેગી કરી દીધી હતી. 146 રન ચેસ કરવા માટે મેદાનમાં ઉતરેલી સાઉથ આફ્રિકા ટીમની રમત જોતા વિજય મેળવશે. તેમ જણાતું હતું. પરંતુ, ભારતીય ટીમની સારી બોલીંગ અને સારી ફિલ્ડીંગના કારણે ભારતે સાઉથ આફ્રિકા પાસેથી જીતની બાજી છીનવી લીધી હતી.
ત્રણ મેચોની વન-ડે શ્રૃંખલાને માણવા શહેરના ક્રિકેટ પ્રેમિઓએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો. 

વિજયોત્સવ મનાવાયો
આજની સીરીઝની અંતિમ વન-ડેને માણવા માટે અને મહિલા ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે દસ હજાર ઉપરાંત પ્રેક્ષકો ઉમટી પડ્યા હતા. પ્રેક્ષકોના જુસ્સાને જોઇ ભારતીય મહિલા ટીમના ખેલાડીઓ પણ ઉત્સાહમાં આવી ગયા હતા. અને હારની બાજી જીતમાં ફેરવી લીધી હતી. ભારતીય ક્રિકેટ ટીમે સીરીઝની ત્રણે વન-ડે જીતીને સાઉથ આફ્રિકાનો વ્હાઇટ વોશ કર્યો છે.મેચ પૂરી થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ કોચ તેમજ ટીમના અન્ય સભ્યો સાથે વિજયોત્સવ મનાવ્યો હતો. સાઉથ આફ્રિકટન ટીમનો વ્હાઇવ વોશ કરનાર ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સીરીઝની જીતને તમામ ખેલાડીઓની જીત ખેલાડીઓએ ગણાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો