મન્ડે પોઝિટિવ / વડોદરામાં સ્માર્ટ લાઇટિંગ ટ્રાફિકના આધારે પ્રકાશમાં વધઘટ થશે, રૂ. 3 કરોડ બચશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • 12 હજાર લાઈટપોલનું IP એડ્રેસ બનશે, વીજબિલમાં 20% બચત કરાશે
  • 1200 કિમી નેટવર્કમાં દરરોજ રાત્રે  80 હજાર થાંભલાઓથી ઝગમગે છે

Divyabhaskar.com

Nov 11, 2019, 04:22 AM IST
વડોદરા: વડોદરામાં સ્માર્ટ લાઇટિંગ અંતર્ગત કમ્પ્યૂટરની જેમ વીજળીના દરેક થાંભલાનો આઇપી એડ્રેસ આપી કમ્પ્યૂટરાઇઝ્ડ સિસ્ટમથી એલઇડી લેમ્પના પ્રકાશની વધઘટ કરાશે અને આ રીતે વીજ બિલમાં રૂપિયા 3 કરોડ ની બચત કરી શકાશે.
વડોદરા શહેર 250 કિલોમીટરના નાના-મોટા રસ્તાઓ પર સ્ટ્રીટલાઇટના 1200 કિલોમીટરના નેટવર્કમાં દરરોજ રાત્રે 80 હજાર થાંભલાઓથી ઝગમગે છે. આ રસ્તાઓ પર વડોદરાવાસીઓને પ્રકાશ ઓછો ન લાગે અને સુવિધા જળવાઇ રહે છતાં વડોદરાના લોકો પર વીજળીના બિલનું વધુ ભારણ ન આવે તે માટે રસ્તાઓ પર 45000 ટ્યુબલાઇટો અને 20,000 સોડિયમ લાઇટોની જગ્યાએ એલઇડી લાઇટ્સ ફીટ કરાયા છે. જેને લીધે 2 કરોડની બચત કરી છે. સ્માર્ટ લાઇટિંગમાં કમ્પ્યૂટરની જેમ વીજળીના દરેક થાંભલાનો આઇપી એડ્રેસ, કમ્પ્યૂટરાઇઝ્ડ સિસ્ટમ જ થાંભલા પરના પ્રકાશની પણ વધઘટ કરી શકશે. કયા વિસ્તારના રસ્તાને કયા સમયગાળામાં કેટલી લાઇટ જોઇએ તેનો એ માર્ગ પર સરવે ચાલી રહ્યો છે, સૂચનો સ્વીકારાઈ રહ્યાં છે. હવે સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં વિવિધ િવસ્તારોના રસ્તાઓ નક્કી કરીને 12 હજાર સોડિયમ લાઇટોને એલઇડીમાં ફેરવીને તેને સ્માર્ટ લાઇટિંગ સિસ્ટમ સાથે જોડાશે. આ ટેક્નિકથી 2021થી રૂ. 3 કરોડની વીજળીની લગભગ તે સમયના રેગ્યૂલર વપરાશમાં વીજબિલમાં 20% બચત કરાશે.
શું છે સ્માર્ટ લાઇટિંગ?
સ્માર્ટ લાઇટિંગમાં રાત્રે 10.30થી સવારે 6.00 વાગ્યા સુધીમાં જ્યારે અવરજવર ઓછી હોય છે ત્યારે 30થી 40 ટકા પ્રકાશ ઘટાડીને બચત કરાશે. આ ઉપરાંત જંકશન પર રાત્રે 12થી 4 કે 5માં મહત્તમ 20 ટકા પ્રકાશ ઓછો કરી શકાશે.
વિસ્તાર પ્રમાણે લાઈટો લગાવી
નાની ગલીઓમાં 45 વોટ, મધ્યમ પહોળાઈના માર્ગ પર 110 વોટ અને મુખ્ય રાજમાર્ગો પર 190 વોટની એલઇડી લાઇટો ફીટ કરાઇ છે. જોકે પ્રકાશ એક સરખો હોવાથી સલામતી જળવાઇ રહેશે.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી