વડોદરા / લોક દરબારમાં વ્યાપક ફરિયાદો થતાં વ્યાજખોરને પાસા હેઠળ ભૂજ જેલમાં મોકલાયો

In the Lok Darbar, due to extensive complaints, the interest was sent to Bhuj jail under the façade

Divyabhaskar.com

Jun 12, 2019, 03:18 PM IST

વડોદરા: વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા વ્યાજ ખોરો સામે શરૂ કરાયેલી ઝુંબેશમાં વાઘોડિયા રોડ, રેવા પાર્ક પાસે આવેલ સી- 102, બાલાજી વિહાર કોમ્પ્લેક્ષમાં રહેતા નરેશ ઠાકોર ઠક્કરની પાણીગેટ પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી ભુજ જેલમાં મોકલી આપ્યો છે. વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાજનો ધંધો કરતા નરેશ ઠક્કર સામે વ્યાપક ફરિયાદો આવી હતી. જે ફરિયાદોના આધારે પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરીને તેણે ભુજ જેલમાં મોકલી આપ્યો છે. વ્યાજ ખોર નરેશ ઠક્કરની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવતા વ્યાજનો ધંધો કરનારાઓમાં ગભરાટ ફેલાઇ ગયો છે.

X
In the Lok Darbar, due to extensive complaints, the interest was sent to Bhuj jail under the façade

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી