વડોદરા / સમલાયા-પીલોલ વચ્ચે ગુડ્સ ટ્રેનનું વેગન પાટા પરથી ખડી પડ્યું, 12 ટ્રેનો રદ્દ કરાઇ

  • વડોદરાથી દાહોદ અને ગોધરા અપડાઉન કરતા મુસાફરો અટવાઇ ગયા
  • ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા
  • રેલવે વ્યવહારને પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઇ

Divyabhaskar.com

Nov 08, 2019, 04:09 PM IST

વડોદરાઃ સમલાયા અને પીલોલ ગામ વચ્ચે રેલવે ટ્રેક પરથી આજે સવારે 9:19 વાગ્યે ગુડ્સ ટ્રેનનું વેગન પાટા પરથી ખડી પડ્યું હતું. જેને કારણે ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. વલસાડ-દાહોદ ઇન્ટરસિટી એક્સપ્રેસ અને વડોદરા-ગોધરા વચ્ચેનું મેમુ સહિતની ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારીઓ દોડી ગયા હતા. અને રેલવે વ્યવહારને પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગુડ્સ ટ્રેનનું વેગન પાટા પરથી ખડી પડતા વડોદરાથી દાહોદ અને ગોધરા અપડાઉન કરતા મુસાફરો અટવાઇ ગયા હતા.
વડોદરા અને ગોધરા ખાતે રિફંડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા
રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે, ટ્રેનો રદ્દ કરવામાં આવતા વડોદરા અને ગોધરા ખાતે રિફંડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. અને રેલવે સ્ટેશનો પર ખોરાક અને પાણીનો પુરતો પુરવઠો રાખવા માટે સૂચના આપી દેવાઇ છે.
આજે 8 નવેમ્બરે કઇ ટ્રેનો રદ્દ કરવામાં આવી
ગોધરા-આણંદ મેમુ ટ્રેન
આણંદ-ડાકોર મેમુ ટ્રેન
ડાકોર-આણંદ મેમુ ટ્રેન
આણંદ-ગોધરા મેમુ ટ્રેન
દાહોદ-આણંદ મેમુ ટ્રેન
આણંદ-ગાંધીનગર કેપિટલ મેમુ
દાહોદ-વડોદરા મેમુ ટ્રેન
વડોદરા-ગોધરા મેમુ ટ્રેન
વડોદરા-દાહોદ મેમુ ટ્રેન
દાહોદ-રતલામ મેમુ ટ્રેન
રતલામ દાહોદ મેમુ ટ્રેન
વડોદરા-દાહોદ મેમુ ટ્રેન
વડોદરા અને દાહોદ વચ્ચે આંશિક રીતે રદ્દ ટ્રેનો
વલસાડ-દાહોદ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન
દાહોદ-વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન
9 નવેમ્બરે કઇ ટ્રેનો રદ્દ કરવામાં આવી
આણંદ-ગાંધીનગર કેપિટલ મેમુ
આણંદ-દાહોદ મેમુ ટ્રેન
દાહોદ-વડોદરા મેમુ ટ્રેન

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી