તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Godhra Carnage Case Convicted Salim Zarda Runs A Call Center From Central Jail And Charged Rs 5,000 A Month

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરાકાંડનો દોષિત સલીમ જર્દા જેલમાં કોલ સેન્ટર ચલાવતો, કેદી પાસેથી મહિને રૂ.5000 લેતો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષ પહેલા શોએબ જેલ કમ્પાઉન્ડમાં મોબાઈલ લઈને ઉભો હતો
  • અશોક મેઈન ગેટ ક્રોસ કરીને બેરેક સુધી પહોંચી ગયો હતો અને સલીમને ફોન આપ્યો
  • ગોધરા કાંડના આરોપી પાસેથી 5 મોબાઈલ ફોન મળી આવ્યા હતા
  • IMEI નંબર પરથી તપાસ કરતા 24 નંબર પર વાતો થઈ હોવાનો ઘટસ્ફોટ

વડોદરા: સેન્ટ્રલ જેલમાંથી ગોધરાકાંડ 2002ના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા સલીમ યુસુફ ઝર્દા પાસેથી મોબાઇલ ફોન મળી આવવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સલીમ ઝર્દા જેલમાં બેઠા બેઠા કોલ સેન્ટર ચલાવી રહ્યો હતો. 30 ફૂટ ઊંચી દિવાલો ઉપર લાગેલા ઝામર વચ્ચે સલીમ ઝર્દા મોબાઇલ સાથે 24 કલાક કેદીઓની વચ્ચે રહેતો હતો. તેની પાસેથી કુલ 4 મોબાઈલ ઝડપાયા છે અને આ 4 મોબાઈલના IMEI નંબર પરથી તપાસ કરતા 24 નંબર પર વાતો થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેમજ તે એક કેદી પાસેથી મહિને લગભગ રૂ.5000 જેટલો ચાર્જ લેતો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, જેલમાં બેઠા બેઠા તે તેના સગા સંબંધીના એકાઉન્ટ નંબર આપતો હતો અને તેના ખાતામાં ફોનના ચાર્જ પેટે લીધેલા પૈસા જમા કરાવડાવતો હતો.

ક્રાઈમ બ્રાન્ચે જીયોને 24 સિમકાર્ડ બંધ કરવા કહ્યું, જીયોએ ટેલિકોમ ડિપાર્ટમેન્ટને જાણ કરી
આ અંગે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જયદીપસિંહ જાડેજાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 4 સ્માર્ટ ફોન મળ્યા હતા. જ્યારે તેના IMEI નંબર પરથી તપાસ કરતા 24 સિમકાર્ડ પર વાતચીત થઈ હતી. જે જીયો કંપનીના છે, એટલે અમે જીયોને લેટર લખી કહ્યું છે કે આ કાર્ડ પર જેલમાંથી વાતચીત થઈ રહી હોવાથી આ સિમકાર્ડ બંધ કરો. જેથી કંપનીએ આ અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને લખ્યું છે. 4 ફોનમાંથી 24 નંબર આઈડેન્ટીફાય થયા હતા કે, આ નંબરો પર વાતચીત થઈ છે. ફોન કરવા માટે સલીમ ઝર્દા મહિના માટે લગભગ રૂ.5000 જેટલો ચાર્જ લેતો હતો. માત્ર એટલું જ નહીં, આ પૈસા તે પોતાના સગાના બેંક એકાઉન્ટમાં જમા કરાવડાવતો હતો. તેની સાથે અશોક નામનો એક અન્ય આરોપી હતો. બન્ને મળીને આ આખું ફોનકાંડ ચલાવતા હતા.

અશોક જેલમાં સાફ સફાઈનું કામ કરતો હોવાથી બહાર આવ જા કરતો હતો
જેલમાં મોબાઈલ કેવી રીતે પહોંચ્યો તે અંગેની વિગતો પણ રસપ્રદ છે. આજીવન કેદની સજા પામેલા કેદીએ કુલ સજાના 7 વર્ષની સજા કાપી હોય તેવા કેદીઓને જેલ સત્તાવાળાઓ સાફ સફાઈ અને વિવિધ ગૃહ ઉદ્યોગને લગતા કામ સોંપે છે જેથી તેની બહાર આવ જા રહે છે. આ કેદીઓનો ડ્રેસ કોડ પણ જુદો હોય છે. આ કેદીને પીળી ટોપી, સફેદ સદરો અને પીળો લેંઘો પહેરાવવામાં આવે છે. રાજપીપળાના હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અશોક ઘેલા વસાવાએ 7 વર્ષની સજા કાપી લીધી હોવાથી તેને એક વર્ષ પૂર્વે સાફ સફાઈનું કામ સોંપાયું હતુ. જેથી અશોક જેલની બહાર આવ જા કરતો હોવાથી સલીમ ઝર્દાએ અશોક સાથે મિત્રતા કરી હતી. 

અશોક વસાવા એક વર્ષ પહેલા મોબાઈલ જેલમાં લાવ્યો
ક્રાઈમ બ્રાન્ચના આધારભૂત સૂત્રો જણાવે છે કે, શોએબ અબ્દુલ રઝાક સમોલ (ઉ.વ.૩૦) (રહે, મુસ્લિમ સોસાયટી, વિજલપુર રોડ, ગોધરા) એક વર્ષ પૂર્વે સિમકાર્ડ સાથેનો મોબાઈલ ફોન લઈ જેલ કમ્પાઉન્ડમાં છુપાઈનો ઉભો હતો. જ્યાં અશોક વસાવા શોએબને મળ્યો, શોએબે અશોકના પગના ઢીંચણના નીચેના ભાગમાં દોરીથી મોબાઈલ ફોન બાંધ્યો હતો અને નક્કી થયાં મુજબ રૂ. 2 હજાર આપ્યા હતા. અશોક વસાવા પગમાં મોબાઈલ બાંધેલી હાલતમાં જેલના મેઈન ગેટ પાસે પહોંચ્યો હતો. અશોક જેવા કેદીઓ દિવસમાં અનેક વખત જેલમાંથી આવ જા કરતાં હોવાથી મેઈન ગેટ પરનો સિપાહી માત્ર કરવા ખાતર જ ચેકિંગ કરતા હોય છે. અશોક મેઈન ગેટ ક્રોસ કરીને બેરેક સુધી પહોંચી ગયો હતો અને સલીમને ફોન આપ્યો હતો. જેને પગલે અશોક વસાવાના પગમાં દોરી સાથે મોબાઈલ ફોન બાંધી આપનાર શોએબ અબ્દુલ રઝાક સમોલ ધરપકડ કરી હતી. 

કેદીઓ ક્યારે અને કેટલો સમય વાત કરતા તે અંગે તપાસ ચાલુ
આ અંગે ક્રાઇમ બ્રાંચના પી.આઇ. જે. જે. પટેલે DivyaBhaskarને જણાવ્યું કે કેદીઓએ સલીમ ઝર્દા પાસેથી મોબાઈલ મેળવ્યા હોવાની કબૂલાત કરી હતી. તેમજ જેલના શંકાસ્પદ પોલીસ જવાનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં કેદીઓ ક્યારે ફોન કરતા હતા અને કેટલો સમય વાત કરતા હતા તે અંગે તપાસ ચાલી રહી છે.ક્રાઈમ બ્રાન્ચ સલીમ ઝર્દાની બીજા ચાર ગુનામાં ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરાશે.

4 આરોપીની ધરપકડ
આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અશોક વસાવા, આસિફ ઉર્ફે તિતલી સલીમ શેખ, મયુર માનાજીરાવ ગાયકવાડ, અબ્દુલ ઉર્ફે મુન્નો થમ્સઅપ રહેમાન શેખની ધરપકડ કરવામાં આવી છે.

એક કેદી પાસે મહિને 5 હજાર ચાર્જ  લેતો 
સોએબ જર્દા એક કેદી પાસેથી મહિને રૂ.5000 જેટલો ચાર્જ લેતો હતો. જ્યારે જેલમાં બેઠા બેઠા તે તેના સગા સંબંધીના એકાઉન્ટ નંબર આપતો હતો અને તેના ખાતામાં ફોનના ચાર્જ પેટે લીધેલા પૈસા જમા કરાવડાવતો હતો.

એક વર્ષમાં જેલમાંથી કુલ 31 મોબાઈલ ફોન મળ્યા, 22 ફરિયાદ, 26ની ધરપકડ
વડોદરા સેન્ટ્રલ જેલમાંથી છેલ્લા વર્ષમાં કુલ 31 મોબાઈલ મળી આવ્યાં છે,જેમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં કુલ 22 એફ.આઈ.આર દાખલ થઈ છે. જેમાં સલીમ જર્દા, સાજીદ અરબ, તૈસીફ મલેક, સોએબ  સમોલ, મયુર ગાયકવાડ, આસીફ શેખ, અબ્દુલ શેખ, અશોક વસાવા, ફકીર હનીફ, મહેબુબ શેખ, હુસૈન સુન્ની, કાનારામ સુથાર, જીવણભાઈ સોલંકી, અક્રમ ચાવડા, ઈબ્રાહીમ મેમણ, જયંતી દફડા, ઈકબાર મન્સુરી, કિશન ખોખર, મયુર સીંધા, રૂબીન શેખ, મુકેશ ઠાકોર, નાગેરી છોટુમીયા, તૌફીક મલેક, ઈમરાન પોસ્તી, હસમુખ રાવળ, દિનેશ રાજભાર, સંજય ઠક્કર, પંકજ પલાસ, રમઝાનમીયા સીંધી, ફિરોઝ શેખ, કાદર શેખ, ખાલીદ શેખ અને મહોમદઈલીયાસ મળી કુલ 26 આરોપીની ધરપકડ કરી છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો