વડોદરા / 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદ સાથે શ્રીજી વિસર્જન શરૂ, 8 હજાર પોલીસકર્મી અને અધિકારીઓ તૈનાત

વડોદરામાં ગણપતિ વિસર્જન
કૃત્રિમ તળાવમાં ગણપતિ વિસર્જન
કૃત્રિમ તળાવમાં ગણપતિ વિસર્જન

  • વડોદરા શહેરમાં સવારથી નાની મૂર્તિઓનું વિસર્જન શરૂ કરાયું
  • મોટી મૂર્તિઓનું વિસર્જન બપોર બાદ કરવામાં આવશે

Divyabhaskar.com

Sep 13, 2019, 09:24 AM IST

વડોદરા: વડોદરા શહેરમાં 2 કૃત્રિમ અને 23 કુદરતી તળાવો સહિત ઘરે-ઘરે શ્રદ્ધાળુઓએ ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે આજે સવારથી જ ગણપતિ વિસર્જન શરૂ કરી દીધુ છે. વડોદરા શહેરમાં આજે 16 હજારથી વધુ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. આજે શહેરમાં 8 હજારથી વધુ પોલીસકર્મી-અધિકારીઓ વિસર્જન રૂટ પર બંદોબસ્તમાં ખડેપગે છે. તંત્ર દ્વારા પણ કૃત્રિમ અને કુદરતી તળાવો પર શ્રીજીના વિસર્જન માટે 33 ક્રેઈન અને 126 તરાપાની વ્યવસ્થા કરી છે.

11 DCP દ્વારા શ્રીજી વિસર્જનનું મોનિટરિંગ
આજે વહેલી સવારથી બપોર સુધી અલગ-અલગ તળાવોમાં શ્રીજીની નાની મૂર્તીઓનું વિસર્જન થશે. અને બપોરે 4 વાગ્યા બાદ વડોદરા શહેરના મોટા મંડળો દ્વારા શ્રીજીની વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 11 DCP, 20 SP, 80 PI, 250 PSI, 4000 પોલીસ કર્મચારીઓ, 9 કંપની SRPની, 120 રેપીડ એક્શન ફોર્સના, 80 મહિલા સીઆરપીએફ જવાન તૈનાત રહેશે. સાથે 750 સીસીટીવી કેમેરા, 4 ડ્રોનથી મોનિટરીંગ, 50 વીડિયોગ્રાફર, 16 સુપરકોપ બાઇક્સ, 25 ઇમરજન્સી લાઇટ, 30 ઇમરજન્સી ફ્લેશ લાઇટ રાખવામાં આવી છે.

મંડળોએ શું કાળજી રાખવી
-રૂટમાં આવતા વિજ વાયરોને હટાવવા માટે લાકડાના ટી-ગાર્ડનો જ ઉપયોગ કરવો.
-વિજ વાયરને હટાવવા માટે સાથે જીઈબીના કર્મચારીઓને પણ રાખવા.
-રસ્તા પર પાણી ભરાયેલું હોય અને કરંટ લાગવાનો જોખમ હોય તો લોખંડની ટ્રોલી પર પીવીસીનું કોટીંગ કરવું તેમજ રસ્તા પર લાકડાના પાટીયા ગોઠવી તેના પરથી ટ્રોલી લઈ જઈ શકાય છે.
-આગ લાગવાના બનાવો બની શકે છે,જેથી આગને ઓલવવા માટેના સાધનો પણ રાખવા જોઈએ

વિસર્જન દરમિયાન નો એન્ટ્રી
-આયુર્વેદીક ત્રણ રસ્તાથી પાણીગેટ દરવાજા અને
-સંગમ ચાર રસ્તાથી ફતેપુરા ચાર રસ્તા
-નાની શાકમાર્કેટથી ગેંડીગેટ દરવાજા
-કારેલીબાગ પો. સ્ટેશનથી નવા બજાર સર્કલ તરફ
-નાગરવાડા ચાર રસ્તાથી ટાવર ચાર રસ્તા
-સલાટવાડા ત્રણ રસ્તાથી કોઠી ચાર રસ્તા
-ફુલબારી ત્રણ રસ્તાથી કોઠી ચાર રસ્તા
-લાલબાગ બ્રિજ ઉપરથી નવલખી તરફ
-લાલબાગ બ્રિજ નીચેથી નવલખી તરફ
-અકોટા બ્રિજ ચાર રસ્તાથી અકોટા બ્રિજ તરફ
-બરોડા ઓટોમોબાઇલથી જેલ રોડ તરફ
-મોતીબાગ તોપથી રાજમહેલ રોડ તરફ
-બગીખાના ત્રણ રસ્તાથી કિર્તીસ્તંભ તરફ
-જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તાથી માર્કેટ ચાર રસ્તા
-દાંડીયા બજાર ચાર રસ્તાથી મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ

X
કૃત્રિમ તળાવમાં ગણપતિ વિસર્જનકૃત્રિમ તળાવમાં ગણપતિ વિસર્જન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી