વડોદરા / વિજય હજારે ટ્રોફી દરમિયાન પસંદગીનું ભોજન ન મળતા ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલે હોબાળો મચાવ્યો

મુનાફ પટેલની ફાઇલ તસવીર
મુનાફ પટેલની ફાઇલ તસવીર

  • બોઇલ વેજીટેબલ ન મળતા મેન્ટર અને ટ્રેનરે હોબાળો મચાવ્યો
  • વેઇટરોએ પણ મુનાફ પટેલની સામે વળતા જવાબો આપી દીધા

Divyabhaskar.com

Oct 10, 2019, 06:40 PM IST

વડોદરા: વડોદરા શહેરના મોતીબાગ ખાતે રમાઇ રહેલી વિજય હજારે ક્રિકેટ ટ્રોફી મેચમાં લન્ચ સમયે પૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલમાં બી.સી.એ.માં મેન્ટર તરીકે કામ કરતા મુનાફ પટેલ અને ટ્રેનર તરીકે કામ કરતા ફૈઝલખાને જમવા બાબતે હોબાળો મચાવ્યો હતો. મેન્ટર અને ટ્રેનરને મનપસંદ ભોજન ન મળતા હોબાળો મચાવ્યો હતો. જોકે મામલો ઉગ્ર બને તે પહેલાં જ બી.સી.એ.ના સત્તાધીશો દોડી ગયા હતા. અને મામલો થાળે પાડ્યો હતો.
મુનાફે ભાવતુ ભોજન માંગ્યુ પણ ન મળતા હોબાળો મચાવ્યો
વડોદરા શહેરના મોતીબાગ ગ્રાઉન્ડ ખાતે હાલ વિજય હજારે ક્રિકેટ ટ્રોફી ચાલી રહી છે. જેમાં બપોરે લંચ દરમિયાન મેન્ટર મુનાફ પટેલ અને ટ્રેનર ફૈઝલખાન જમવા માટે ગયા હતા. જેમાં ફૈઝલખાને કેટરિંગના વેઇટરો પાસે બોઇલ વેજીટેબલની ડિમાન્ડ કરી હતી. પરંતુ કેટરિંગના વેઇટરોએ હાલમાં બોઇલ વેજીટેબલ ન હોવાનું જણાવતા ફૈઝલખાને હોબાળો મચાવ્યો હતો. આ સાથે પૂર્વ ભારતીય ક્રિકેટર અને મેન્ટર મુનાફ પટેલે પણ પોતાની પસંદગીનું ભોજનની માંગણી કરી હતી. વેઇટરોએ હાજર સ્ટોકમાં ન હોવાનું જણાવતા મુનાફે વેઇટરોનો ઉધડો લઇ નાખ્યો હતો.
બીસીએના સત્તાધીશોએ મામલો થાળે પાડ્યો
વેઇટરોએ પણ પોતાનું સ્વમાન ઘવાય તેવા શબ્દો સાંભળી ન શકતા મુનાફ પટેલ અને ફૈઝલ ખાનને સામે જવાબો આપ્યા હતા. સમગ્ર મામલો ઉગ્ર બનતા બરોડા ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશો મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર દોડી આવ્યા હતા. અને મામલો થાળે પાડ્યો હતો.
સ્ટોકમાં ન હોય તો પસંદગીની વસ્તુ મળી ન શકે
બીસીએના મીડિયા કમિટીના ચેરમેન સત્યજીતસિંહ ગાયકવાડે આ બાબતે જણાવ્યું હતું કે, કેટરિંગ સંચાલકો જે પ્રમાણે મેનું નક્કી થયું હોય તે પ્રમાણે ભોજન બનાવે છે. સ્વાભાવિક છે કે, હાજર સ્ટોકમાં કોઇને જે પસંદ હોય તેવી ચીજવસ્તુ મળી શકે નહીં. અને વેઇટરોએ પણ ક્રિકેટરો સાથે ઉદ્દતાઇભર્યું વર્તન કરવું જોઇએ નહીં. આજે બનેલી ઘટના સામાન્ય છે. જો મુનાફ પટેલ અને ફૈઝલ ખાને અગાઉથી બી.સી.એ.ને જમવા માટે પોતાની પસંદગીનું મેનુ આપ્યું હોત. તો બી.સી.એ. દ્વારા વ્યવસ્થા કરી દીધી હોત.
મુનાફ પટેલનો સંપર્ક ન થઇ શક્યો
આ બાબતે પૂર્વ ભારતીય ક્રિકેટર અને મેન્ટર મુનાફ પટેલનો સંપર્ક કરવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓનો સંપર્ક થઇ શક્યો ન હતો.

મુનાફ પટેલ કોઇને કોઇ કારણોસર વિવાદમાં રહ્યો છે

ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલે જાનથી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે વડોદરા ક્રિકેટ હિત રક્ષક સમિતિના પ્રમુખ દેવેન્દ્ર સુરતીએ ગત 5 સપ્ટેમ્બરે નવાપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અને ત્યારબાદ દેવેન્દ્ર સુરતીએ પોલીસ પ્રોટેક્શન પણ માંગ્યું હતું.

X
મુનાફ પટેલની ફાઇલ તસવીરમુનાફ પટેલની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી