વડોદરા / પુનાથી અમદાવાદ જતી લક્ઝરી બસમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2ની ધરપકડ

  • બુટલેગર ડ્રાઇવર-કંડક્ટર સાથે હાથ મિલાવી કલ્યાણથી વિદેશી દારૂ લાવતો હતો

Divyabhaskar.com

Jun 12, 2019, 06:00 PM IST

વડોદરા: પુનાથી અમદાવાદ જતી દીપ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં વિદેશી દારૂનો જથ્થો લઇને વડોદરા આવી રહેલા વારસીયાના બુટલેગર અને લક્ઝરી બસના કંડક્ટરની વડોદરા ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. પોલીસે લક્ઝરી બસ અને વિદેશી દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 41.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચે દારૂ પકડ્યો
વડોદરા ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. એ.બી.મિશ્રાને માહિતી મળી હતી કે, વારસીયામાં ટી-15, 248, એસ.કે. કોલોનીમાં રહેતો અને ગુનાહિત ભૂતકાળ ધરાવતો બુટલેગર પ્રેમ સેવકરામ પહેલવાની પૂના - અમદાવાદ વચ્ચે ચાલતી દીપ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં વિદેશી દારૂનો જથ્થો લાવે છે. અને વારસીયામાં ધંધો કરે છે. જે માહિતીના આધારે દીપ ટ્રાવેલ્સની લકઝરી બસ ખોડિયારનગર ચાર રસ્તા પાસે સ્ટાફના ભરતભાઇ, સુરેશભાઇ, આઝાદ સુર્વે, બિપીનભાઇ અને ગણેશભાઇની મદદ લઇ રોકી હતી.

1.25 લાખની કિંમતનો વિદેશી દારૂના જથ્થો ઝડપાયો
વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે બસમાં તપાસ કરતા બુટલેગર પ્રેમ પહેલવાની 8 ટ્રાવેલિંગ બેગમાં રૂપિયા 1.25 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયો હતો. તેની પૂછપરછ કરતા તેણે લક્ઝરી બસના ડ્રાઇવર મહેશ રબારી અને કંડક્ટર જગદીશ શંકરલાલ યાદવ (રહે. કૃષ્ણધામ વ્હોરાના મકાનમાં, અમદાવા) સાથે હાથ મિલાવીને છેલ્લા કેટલાક સમયથી કલ્યાણથી વિદેશી દારૂ લઇને વડોદરા આવતો હતો. નોંધનીય છે કે, બુટલેગર પ્રેમ પહેલવાણી ખંડણી, મારામારી, આર્મસ એક્ટ, જુગાર જેવા 12 ગુનામાં સંડોવાયેલો છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી