તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરાઃ છે.
ભૂકંપ જેવો ધ્રુજારો થયો હતો
આ ઘટનાની જાણ થતાં થતાં ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને મૃતકો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, 3 કિમી સુધી ધરતી ધ્રુજતા ભૂંકપ જેવો અનુભવ થયો હતો. 8 પૈકી વડુ સીએચસી ખાતે રાખવામાં આવેલા 4 મૃતદેહોને યોગ્ય વળતર આપવાની લેખિતમાં બાહેધારી આપે તો જ મૃતદેહ સ્વીકારવાની પરિવારજનોએ માંંગ સાથે હોબાળો મચાવ્યો હતો. અને કંપનીના અધિકારીઓ હજુ દવાખાને પણ ફરક્યા નહીં હોવાના આક્ષેપો કર્યાં હતા.
છ લોકોના મોત નિપજ્યાં
કંપનીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઇ
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગવાસદ ગામ પાસે આવેલી એમ્સ ઓક્સિજન કંપનીમાં ઇન્ડસ્ટ્રીઝ અને હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર્સ ભરવામાં આવે છે. આ કંપનીમાં આજે સવારે 10:55 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઇ હતી. બ્લાસ્ટની આ ઘટનામાં 8 કામદારોના મોત નીપજ્યા હતા. જ્યારે 4 કામદારો ઇજાગ્રસ્ત થયા છે. મૃતક કામદારોમાં 3 લોલા ગામના રહેવાસી, એક મુવાલ ગામનો રહેવાસી અને એક ગવાસદ ગામનો રહેવાસી છે. જ્યારે એક મૃતદેહની ઓળખ થઇ શકી નથી.
હાઇડ્રોજન અને નાઇટ્રોજનના બોટલોને કારણે બ્લાસ્ટ થયો
એમ્સ ઓક્સિજન કંપનીમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજનના બોટલો પણ રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. જેને કારણે બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી.
કંપનીના પ્લાન્ટના પતરાની સિલિંગ તૂટી
બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે, 3 કિ.મી સુધી ધરતી ધ્રુજતા ધરતીકંપ જેવો અનુભવ થયો હતો. અને ગવાસદ ગામમાં ઘરના બારી બારણા અથડાયા હતા. અને વાસણો નીચે પડી ગયા હતા. આ ઉપરાંત બ્લાસ્ટનો અવાજ પણ સંભળાયો હતો. અને કંપનીના પ્લાન્ટના પતરાની સિલિંગ તૂટી ગઇ હતી.
કામદારોને સેફ્ટીના સાધનો આપ્યા ન હતા
એમ્સ ઓક્સિજન કંપની દ્વારા કામદારો સેફ્ટીના સાધનો આપવામાં આવ્યા ન હતા. જેને કારણે કામદારોના શરીરના કૂરચે કૂરચા ઉડી ગયા હતા. આ ઉપરાંત કંપનીમાં ફાયર સેફ્ટીના ફાયર સેફ્ટીના સાધનો પણ નહોતા.
કંપનીના જવાબદાર અધિકારીઓ હજુ સુધી ફરક્યા નથી
દુર્ઘટના સવારે 10:55 વાગ્યાની આસપાસ બની હતી, પરંતુ તંત્રના કોઇ અધિકારીઓ કે, કંપનીના જવાબદાર અધિકારીઓ હજુ સુધી કંપનીમાં ફરક્યા નથી. જેને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
તપાસ કર્યાં બાદ ગુનો નોંધીને કડક કાર્યવાહી કરીશુંઃ એસપી
વડોદરા ગ્રામ્યના એસપી સુધીર દેસાઇએ જણાવ્યું હતું કે, હાલ અમારી પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઇ છે, પરંતુ કંપનીના જવાબદાર અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા નથી. અમે આ મામલે તપાસ કર્યાં બાદ ગુનો નોંધીને કડક કાર્યવાહી કરીશું.
પાદરા અને વડુ પોલીસ તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ પાદરા અને વડુ પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ છે. અને આ મામલે તપાસ હાથ ધરી છે. અને નજીકની કંપનીઓના ફાયરનો સ્ટાફ ઘટના પહોંચ્યો છે. આ ઉપરાંત પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ ઠાકોર પણ ઘટના સ્થળે દોડી ગયા છે. જોકે ઘટનાના 3 કલાક બાદ બપોરે 2 વાગ્યે જીપીસીબીના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. આ મામલે તપાસ શરૂ કરી છે.
મૃતકોના પરિવાર અને ઇજાગ્રસ્તોને યોગ્ય વળતર આપવાની માંગ
ઘટનાની જાણ થતાં પાદરા અને ગવાસદ ગામના અગ્રણીઓ સ્થળ પર દોડી ગયા હતા. અને એમ્સ ઓક્સિજન કંપનીમાં મોતને ભેટેલા કામદારોના પરિવાનો અને દાઝેલા કામદારોને યોગ્ય વળતર જાહેર કરવાની માંગ કરી હતી.
(અહેવાલ અને તસવીરોઃ ગોપાલ ચાવડા, પાદરા)
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.