તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એમ.એસ. યુનિવર્સિટીની કે.જી. હોસ્ટેલના રસોઇયા પાસેથી બે યુવાનોએ રૂપિયા 5 હજારની લૂંટ ચલાવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા: સયાજી હોસ્પિટલના પાછળના રોડ ઉપરથી પસાર થઇ રહેલા એમ.એસ. યુનિવર્સિટીની કે.જી. હોસ્ટેલના રસોઇયાના અજાણ્યા બે યુવાનોએ રૂપિયા 5 હજારની લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ પર્સ પડી ગયું હોવાનું જણાવી રસોઇ બનાવનારની રોકડ રકમ લૂંટી ફરાર થઇ ગયા હતા.
આ બનાવની વિગત એવી છે કે, ભરૂચ જિલ્લાના નહાર ગામના વતની અને હાલમાં શહેરના પ્રતાપગંજ કે.જી. ગર્લ્સ હોસ્ટેલ, એમ.એસ. યુનિવર્સિમાં રહેતા  છત્રસિંહ અમરસિંહ પાટણવાડીયા રસોઇ બનાવવાનું કામ કરે છે. તેઓ તા.15 માર્ચના રોજ સયાજી હોસ્પિટલ ડોક્ટર્સ કોલોની તરફ જતા હતા. દરમિયાન એક્ટીવા ઉપર ધસી આવેલા બે યુવાનો પૈકી એક યુવાને જણાવ્યું કે, મારું પર્સ પડી ગયું છે. અને તે પર્સ તમને મળ્યું છે. તમારા ખિસ્સા બતાવો. ત્યારે છત્રસિંહે જણાવ્યું કે, મને મળ્યું નથી. મારા ખિસ્સામાંથી રૂપિયા 5 હજાર કાઢીને બતાવતા એક્ટીવા લઇને આવેલ યુવાનો રૂપિયા 5 હજાર લૂટી ફરાર થઇ ગયા હતા. 
દરમિયાન છત્રસિંહ પાટણવાડીયાએ આ બનાવ અંગેની ફરિયાદ રાવપુરા પોલીસ મથકમાં નોંધાવી હતી. જેમાં તેઓએ એક્ટીવા ચાલકના પુછેલા નામ પ્રમાણે એકનું નામ ચેતન અને બીજાનું નામ મોસિન હોવાનું જણાવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે ચેતન અને મોસિન નામના યુવાનો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...