દુર્ઘટના ટળી / વડોદરામાં ફ્લેટમાં દીવો સળગતો રાખીને પરિવાર બહાર નીકળ્યા બાદ આગ લાગી, ફર્નિચર સહિતનો સામાન બળીને ખાખ

ફ્લેટમાં આગ

  • એપાર્ટમેન્ટના ચોથા માળેથી ધુમાડા નીકળતા રહીશો લોકો ઘરની બહાર દોડી ગયા 
  • ફાયર બ્રિગેડના લાશ્કરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો
  • સદનસીબે આગની ઘટનામાં કોઇ જાનહાની નહીં

Divyabhaskar.com

Jan 03, 2020, 06:11 PM IST
વડોદરાઃ વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતો પરિવાર મંદિરમાં દીવો પ્રગટાવીને ઘર બંધ કરીને કામ અર્થે બહાર ગયો હતો. દરમિયાન દિવાની ઝાળથી અચાનક આગ લાગેલી આગ ઘરમાં ફેલાઇ હતી. જોત જોતામાં આગના કારણે ધુમાડા નીકળતા એપાર્મેન્ટમાં રહેતા અન્ય રહીશો બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરોએ સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ બનાવમાં કોઇને ઇજા પહોંચી ન હતી.
ઘરમાંથી ધુમાડા નીકળતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઇ
વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલા 405, ગોકુલધામ એપાર્મેન્ટના ચોથા માળે રહેતા દિનેશભાઇ નાયર અને તેમનો પરિવાર સવારે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવીને કામ માટે બહાર ગયા હતા. આ દરમિયાન અચાનક ઘરમાંથી ધુમાડો નીકળવાનો શરૂ થઇ ગયો હતો. જેથી એપાર્ટમેન્ટમાં રહેતા રહીશો સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક નીચે દોડી ગયા હતા. અને સ્થાનિકો લોકોએ આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરી દીધી હતી. જેથી ફાયર બ્રિગેડના લાશ્કરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી દીધો હતો.
15 મિનિટમાં આગ પર કાબૂ મેળવ્યો
વડોદરા ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે, આગની ઘટનાની જાણ થતાં જ અમે ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. અને 15 મિનિટમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં ઘરનો ફર્નિચર સહિતનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી