વડોદરામાં 23 પોલીસ કર્મીઓ દંડાયા, મહિલા પોલીસ કર્મીએ ટ્રાફિક નિયમનો ભંગ કરતા 1 હજારનો દંડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો કડક અમલ કરાયો
  • શહેરના વિવિધ સર્કલો પણ લોકોને દંડ ફટકારવામાં આવ્યો
  • પોલીસ હેડ ક્વાટર્સ ખાતે પોલીસ કર્મીઓને મેમો ફટકારાયા

વડોદરાઃ ગુજરાતમાં આજથી ટ્રાફિક નિયમોનો કડક અમલ શરૂ થતાં પોલીસ કર્મીઓને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરમાં 23 જેટલા પોલીસ કર્મીઓને ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. વડોદરા શહેરના સમા પોલીસ મહિલા પોલીસ કર્મી સાયમા બલોચને ટ્રાફિક પોલીસે એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

મહિલા પોલીસ કર્મી પાસે લાયસન્સ નહોતુ
વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશનના મહિલા એલઆરડી સાયમા બલોચ સમા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે ટ્રાફિક પોલીસે તેઓને રોક્યા હતા. તેમની બાઇક પર નંબર પ્લેટ પણ લગાવવામાં આવી નહોતી. અને વાહન પર લખાણ લખેલુ હતુ. આ ઉપરાંત સાયમા બલોચ પાસે લાયસન્સ પણ નહોતું. જેથી ટ્રાફિસ પોલીસે મહિલા પોલીસ કર્મીને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

વડોદરામાં વિવિધ સ્થોળોએ પોલીસ કર્મીઓ દંડાયા
વડોદરા શહેરના પ્રતાપનગર હેડ ક્વાટર્સ, અકોટા પોલીસ લાઇન અને પોલીસ ભવનની બહારના ભાગેથી પોલીસ કર્મીઓને હેલ્મેટ, લાઇસન્સ સહિતના ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...