વડોદરા / 15 હજારની લાંચના કેસમાં પકડાયેલા રાજ્ય વેરા કમિશનર કચેરીના મહિલા અધિકારીના એક દિવસના રિમાન્ડ મંજૂર

Female officer demands 15,000 in tax issue in vadodara

વેપારી પાસેથી ટેકસ ઓછો કરી એસેસમેન્ટ ઓર્ડર કરવા પેટે 15 હજારની લાંચ માંગી હતી

Divyabhaskar.com

Jan 23, 2020, 06:02 PM IST

વડોદરાઃ વડોદરાના દવાના વેપારી પાસેથી ટેકસ ઓછો કરી એસેસમેન્ટ ઓર્ડર કરવા પેટે 15 હજારની લાંચ લેતાં સહાયક રાજ્ય વેરા કમિશનર કચેરીના મહિલા અધિકારી પ્રિતીબેન વિસપુતેને એસીબીએ કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. કુબેર ભુવનના ચોથા માળે આવેલી કચેરીમાં બુધવારે એસીબીએ છટકું ગોઠવીને મહિલા અધિકારીને ઝડપી લેતાં સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

વડોદરા શહેરના દવાના વેપારીને 2015-16ના વર્ષમાં વેચાણવેરા કચેરીમાં ભરાયેલા વેટ ટેકસમાં વેટ એસેસમેન્ટની નોટિસ આપવામાં આવી હતી. ચાર માસ પહેલા વેટ એસેસમેન્ટની નોટિસ વેપારીને મળતાં તેઓ વેટને લગતી તમામ માહિતી અને ડોકયુમેન્ટસ સાથે કુબેર ભુવનમાં ચોથા માળે આવેલી સહાયક રાજયવેરા કમિશ્નરશ્રીની કચેરી ખાતે ગયા હતા અને ત્યાં વર્ગ-2ના રાજય વેરા અધિકારી પ્રિતીબેન ચેતનભાઇ વિસપુતે (રહે, આદિત્ય ડુપ્લેક્ષ,વાસણા રોડ)ને મળ્યા હતા. પ્રિતી વિસપુતેએ દવાના વેપારીને જણાવ્યું હતું કે બિલ ટેકસ ઇનવોઇસમાં હોવા છતાં તમારા રીટેઇલ બિલો બનાવાયેલા છે અને તેથી તે પેટે તમારે વ્યાજ અને પેનલ્ટી સાથે બારથી તેર લાખ ભરવાના થશે. આ ઉપરાંત ટેકસ પેટે 80 હજારના એક જ ચલણની બે વાર ભુલથી એન્ટ્રી થયેલી હતી તેના પણ 80 હજાર ભરવા પડશે. રાજ્ય વેરા અધિકારી પ્રિતી વિસપુતેએ ત્યારબાદ વેપારીને 80 હજારનો આ ટેકસ જેમ બને તેમ ઓછો કરી એસેસમેન્ટ ઓર્ડર આપવા પેટે વેપારી પાસે 15 હજાર રુપીયાની માંગણી કરી હતી. વેપારી લાંચની માંગણી સાંભળતા જ ચોંકી ઉઠયા હતા. તેઓ લાંચ આપવા માંગતા ના હોવાથી એસીબી વડોદરા કચેરીમાં ફરિયાદ કરી હતી, જેથી એસીબીની ટીમે છટકું ગોઠવી પ્રિતી વિસપુતેને 15 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. અને આજે મહિલા અધિકારી પ્રિતીબેન વિસપુતેને એસીબીએ કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

X
Female officer demands 15,000 in tax issue in vadodara
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી