તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • February 15 For Board Exams Up To 80% Attendance Is Required, Examination Will Not Be Done If There Is Low Attendance

બોર્ડ પરીક્ષા માટે 15 ફેબ્રુ. સુધી 80% હાજરી જોઇશે, ઓછી હાજરી હશે તો પરીક્ષા નહીં અપાય

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ - ફાઇલ તસવીર

વડોદરાઃ 5મી માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની હાજરી 80 ટકા નહિ હોય તો તેમને પરીક્ષા આપવા દેવામાં આવશે નહિ. 15 મી ફેબ્રુઆરી સુધીની હાજરી ગણવામાં આવશે. વિદ્યાર્થીઓની હોલ ટિકિટ ફેબ્રુઆરીના છેલ્લા મહિનામાં આપી દેવામાં આવશે. બોર્ડમાં 80 ટકા હાજરીનો નિયમ પહેલાંથી જ છે. જોકે આ વર્ષે વિદ્યાર્થીઓની હાજરી મંગાવવામાં આવશે. જેના કારણે બોર્ડે પરિપત્ર કરીને જાણ કરી છે.

80 ટકા હાજરી ફરજિયાત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ સંદર્ભે રાજ્ય સરકારે સૂચના આપી છે જેમાં જણાવ્યું છે કે પરીક્ષાના નિયમ પ્રમાણે સત્રના પ્રથમ દિવસથી ફેબ્રુઆરી 15 મી તારીખ સુધીના શૈક્ષણિક કામકાજના દિવસોના 80 ટકા કરતાં ઓછા દિવસોની હાજરી ધરાવનારા રેગ્યુલર ઉમેદવાર પરીક્ષામાં બેસવાને પાત્ર ગણી શકાશે નહિ. જેથી ઓછી હાજરી ધરાવતા ઉમેદવારોની હોલ ટિકિટ પ્રિન્ટ કરીને તેના પર લાલ અક્ષર નો કેન્ડિડેટ લખી બોર્ડમાં જમા કરાવવાની પ્રથા અમલમાં છે. જેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. અમુક કિસ્સાઓ જેવા કે વિદ્યાર્થી બીમાર હોય, માતા કે પિતાનું નિધન થયું હોય, રમત ગમતમાં વિદ્યાર્થીએ ભાગ લીધો હોય, તેવા કિસ્સામાં 15મી ફેબ્રુઆરી સુધીમાં ભલામણ કરવાની રહેશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો