તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર પર કાળો કલર નાંખવાનો આક્ષેપ મુકીને વૃધ્ધને કાર માલિકે માર માર્યો, CCTV

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાર માલિકે જાતે પોતાની કાર ઉપર કલર નાંખી વૃધ્ધ પર આક્ષેપ કર્યો
  • કાર માલિકે વૃધ્ધ પાસેથી નાણાં પડાવવા માટે ખેલ ખેલ્યો હતો

વડોદરા: કાર ઉપર કાળો કલર નાંખવાનો આક્ષેપ મુકીને એક વૃધ્ધને કાર માલિકે પાઇપથી માર માર્યો હતો. આ ઘટનાના સી.સી. ટી.વી. ફૂટેજ બહાર આવ્યા બાદ પોલીસ હુમલાખોરની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા. પરંતુ, હુમલાખોર પોલીસ ધરપકડથી બચવા માટે ફરાર થઇ ગયો હતો.

કાર ઉપર કલર નાંખવાનો આક્ષેપ મુકી હેરાનગતિ ચાલુ કરી
આ બનાવની વિગત એવી છે કે, મકરપુરા રોડ ઉપર આવેલી સાંઇધામ પાર્ક સોસાયટીમાં 65 વર્ષિય દિલીપભાઇ પટેલ રહે છે. તેઓનીજ સોસાયટીમાં મકરપુરા જીઆઇડીસીમાં કારનું વર્કશોપ ધરાવતા અરવિંદભાઇ પટેલ રહે છે. તા.8 ઓક્ટોબરના રોજ અરવિંદભાઇની કાર ઉપર કાળો કલર પડ્યો હતો. અરવિંદભાઇએ દિલીપભાઇ પટેલ ઉપર કાર ઉપર કલર નાંખવાનો આક્ષેપ મુકી હેરાનગતિ ચાલુ કરી હતી.

આક્ષેપ મુકી રૂપિયા 72,000ની માંગણી કરી

દિલીપભાઇ પટેલે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ કરતા અરવિંદભાઇ પટેલેજ પોતાની કાર ઉપર કલર નાંખ્યો હોવાનું બહાર આવ્યું હતું. અરવિંદભાઇ પટેલ આટલેથી ન અટકતા દિલીપભાઇ પટેલને પોતાના વર્કશોપ ઉપર બોલાવ્યા હતા. અને પુનઃ કાર ઉપર તમે કલર નાંખ્યો છે તેવા આક્ષેપ મુકી રૂપિયા 72,000ની માંગણી કરી હતી. દિલીપભાઇએ નાણાં આપવાનો ઇન્કાર કરતા વર્કશોપ માલિકે તેઓને પાઇપથી માર માર્યો હતો. અને વર્કશોપમાંથી ધક્કામારી કાઢી મુક્યા હતા. 
કાર માલિક ફરાર થઈ ગયો
વર્કશોપમાં વૃધ્ધ દિલીપભાઇ પટેલને માર મારી રહેલા વર્કશોપ માલિક અરવિંદભાઇ પટેલના સી.સી. ટી.વી. ફૂટેજ વાયરલ થતાં, માંજલપુર પોલીસ એકશનમાં આવી હતી. અને સી.સી.ટી.વી. ફૂટેજના આધારે અરવિંદભાઇ પટેલની ધરપકડ કરવા દોડી હતી. પરંતુ, અરવિંદ પટેલ પોલીસ ધરપકડ કરવા આવે તે પહેલાં તે ફરાર થઇ ગયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો