તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલાઘોડાના હનુમાનજી મંદિર પાસે 2 વર્ષના બાળકના મોઢે કૂતરાએ બચકાં ભર્યાં, કૂતરું આડું આવી જતાં પટકાયેલા MSUના પ્યૂનનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુત્રની પીડાએ માતાને પણ રડાવી...! - Divya Bhaskar
પુત્રની પીડાએ માતાને પણ રડાવી...!
 • શહેરમાં 60,000 રખડતાં કૂતરાંઓનો આતંક
 • પાલિકા પણ માંડ 50 ટકા જ શોધી શકે છે, ખસીકરણ ફેઇલ
 • પુત્રની ચીસ સાંભળી માતાએ દોડી આવી કૂતરાને ભગાડ્યું
 • બાળકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડાયો

વડોદરાઃ રખડતા કૂતરાઓના આતંકને કારણે 2 કિસ્સાઓ સામે આવ્યા છે. એક કિસ્સામાં ચાણસદ વિસ્તારમાં બાઇક પર જતી વેળાએ કૂતરું વચ્ચે આવી જતાં યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજા કિસ્સામાં 2 વર્ષના બાળકને મોઢાના ભાગે બચકું ભર્યું હતું. જેને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એક કિસ્સામાં કાલાઘોડા વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિર પાસે એક મહિલા તેના બાળકને લઇને બેઠી હતી. આશરે 3:45 કલાકે મંદિર બહારની જગ્યાએ રમતા 2 વર્ષના જય પટેલ પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો અને બાળકના મોઢાના ભાગે બચકું ભર્યું હતું. બાળકની માતાના જણાવ્યા અનુસાર, હું હનુમાનજી મંદિર બહાર બેઠી હતી ત્યારે અચાનક જયની ચીસ સાંભળતાં મારું ધ્યાન અવાજની દિશામાં ગયું હતું. કૂતરું મારા બાળકના મોઢે બચકું ભરતું જોવા મળતાં મારા મોઢામાંથી ચીસ નિકળી ઉઠી હતી અને મારા બાળકને તુરંત કૂતરાથી દૂર કરી 108 મારફતે એસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર અર્થે આવી પહોંચી હતી. ફરજ પર હાજર ડોક્ટરોએ બાળકની સ્થિતિને ધ્યાને રાખીને ઇન્ફેક્શન ન ફેલાય તે માટે તુરંત તાત્કાલિક સારવાર આપવાનું શરૂ કરી દીધું હતું.

બાઇક સ્લિપ થતા પ્યૂન ઘાયલ થયો હતો
જ્યારે બીજા કિસ્સામાં કરજણથી પોતાના ઘરે પરત આવતાં ચાણસદ નજીક કૂતરું આડે આવતાં યુવાનનું મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રના જણાવ્યા પ્રમાણે, ગોત્રી વિસ્તારમાં રહેતા 38 વર્ષિય ભુપેન્દ્ર વસાવા દીનદયાલ નગરમાં રહેતો હતો. તે એમ.એસ.યુનિ.ની આર્ટ્સ ફેકલ્ટીમાં કોન્ટ્રાક્ટ પર પટાવાળા તરીકે ફરજ બજાવતો હતો. બુધવારે  રાત્રે કરજણથી વડોદરા બાઇક પર આવતી વેળાએ ચાણસદ નજીક કૂતરું આડે આવી જતાં બાઇક સ્લિપ થઇ હતી. બાઇક સ્લિપ થયા બાદ ઘાયલ યુવાને તેની પત્નીને જાણ કરી હતી અને ઘરે આવી ગયો હતો. ઘરે આવ્યા બાદ તેની તબિયત લથડતાં તેના પરિવારજનોએ તેને સારવાર અર્થે ગોત્રી મેડિકલ કોલેજમાં લઇ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે તેને એસ.એસ.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો