તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ડૉક્ટર, અમે ફોરેનથી આવ્યા છીએ, મેડિકલ ચેકઅપ કરી લો’, લોકો ડરથી SSGમાં તપાસ કરાવે છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
એસએસજીમાં લોકો કોરોનાના ડરથી તપાસ કરાવવા જાય છે - ફાઇલ તસવીર - Divya Bhaskar
એસએસજીમાં લોકો કોરોનાના ડરથી તપાસ કરાવવા જાય છે - ફાઇલ તસવીર
 • વિદેશથી પરત આવેલા સહિત 16 લોકોનું મેડિકલ સ્ક્રીનિંગ કરાયું

વડોદરાઃ અમે ફોરેનથી આવ્યા છીએ. અમારા કોરોનાની તપાસ કરો એમ કહી તાજેતરમાં વિદેશની મુલાકાતેથી પરત ફરેલા યુવાન તથા તેના સાથી મિત્રએ કોરોના વાઇરસ અંગેનું સ્ક્રિનિંગ કરાવવાની માંગ કરી હતી. છેલ્લા 24 કલાકમાં પેરિસ, દુબઇ, થાઇલેન્ડ, બેંગકોક તથા દક્ષિણ ભારતનાં રાજ્યોમાંથી પરત ફરેલા 16 જેટલા લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. ચાઇનાથી દુનિયાભરમાં ફેલાઇ રહેલા કોરોના વાઇરસ અંગેની જાગૃતતાને કારણે વિદેશથી શહેરમાં પરત આવેલા લોકો તેમનું સ્ક્રિનિંગ એસ.એસ.જી હોસ્પિટલ ખાતે કરાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં પેરિસ, દુબઇ, થાઇલેન્ડ, બેંગકોક, તથા દક્ષિણ ભારતમાંથી આવેલા 16 જેટલા લોકોનું સ્ક્રિનિંગ એસ.એસ.જી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. સદ્ભાગ્યે કોરોના વાઇરસનો એક પણ પોઝિટિવ કેસ હજી સુધી શહેરમાં થયો નથી. પરંતુ તકેદારીના ભાગ રૂપે વિદેશથી શહેરમાં આવતા લોકો તેમનું સ્ક્રિનિંગ કરાવતા જોવા મળી રહ્યા છે. રોજબરોજ વિદેશથી અથવા તો કોરોના ના શંકાસ્પદ કેસો સામે આવ્યા હોય તેવા રાજ્યમાંથી પરત આવતા લોકો એસ.એસ.જી હોસ્પિટલ ખાતે તેમનું સ્ક્રિનિંગ કરાવી રહ્યા છે.

કેનેડાથી યુવાન મામાના અંતિમ સંસ્કારમાં ન આવી શક્યો
કોરોના વાઇરસને પગલે 15 એપ્રિલ સુધી વિદેશમાં વસતા ભારતીયો OCI (ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા) કાર્ડ હોલ્ડરની વિઝા ફ્રી પ્રવાસની સુવિધા પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. જેને કારણે કેનેડામાં સ્થાયી થયેલો વડોદરાનો યુવાન અવસાન પામેલા મામાનાં અંતિમ દર્શન કરવા માટે આવી શક્યો ન હતો.  કેનેડા સ્થિત કશ્યપભાઇ વૈદ્યે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના કારણે વિદેશથી આવતા લોકો ઉપર ભારત સરકારે પ્રતિબંધ મૂકતાં તકલીફ ઉભી થઇ છે. મંજૂરી માટે એમ્બેસીમાં જવાનો છું. જો મંજૂરી મળશે તો જ હું ભારત આવી શકીશ અને મારા મામાની ઉત્તરક્રિયામાં હાજરી આપી શકીશ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો