તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂર્વ-દક્ષિણ વિસ્તારને પાણી વેરામાં રાહત આપવા માગ, મનપાની સભામાં વિપક્ષે મેયરને ઘેર્યાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
વડોદરા મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
 • સ્માર્ટ સિટીની પરિભાષા સમજાવવાનો મુદ્દો પણ ઉઠ્યો

વડોદરાઃ 11 મહિના સુધી દૂષિત પાણીની સમસ્યા વેઠનાર પૂર્વ-દક્ષિણ વિસ્તારના રહીશોને રાહત આપો - સભામાં વિપક્ષે માગ કરી હતી. સ્માર્ટ સિટીની પરિભાષા સમજાવવાનો મુદ્દો પણ ઉઠ્યો હતો. પાલિકાની સોમવારે મળેલી સભામાં વિપક્ષના નેતા ચંદ્રકાન્ત ભથ્થુએ પૂર્વ-દક્ષિણ વિસ્તારના રહીશોના પ્રશ્નોને વાચા આપવાની રજૂઆત કરી હતી. વિપક્ષના નેતાએ  મેયરને કહ્યું હતું કે 11 મહિના સુધી લોકોએ દૂષિત પાણીની સમસ્યાનો સામનો કર્યો છે. તમે કહ્યું હતું કે તેમને માટે વિચારીશું. તો પછી ગંદા પાણીની સમસ્યાનો સામનો કરનાર લોકો માટે રાહત થાય તે પ્રકારનો નિર્ણય કરો. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રખડતા કૂતરાઓના ખસીકરણ માટે પાલિકાની ટીમે મદદ કરી હતી. બીજી તરફ શહેરમાં કેવું ખસીકરણ કરાયું છે કે કૂતરાઓની વસ્તી વધતી જાય છે. 

સ્માર્ટ સિટીના વિસ્તારો જાહેર કરવાની માગ કરી
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પાલિકાના સભાસદો માટે વ્યવસ્થા થવી જોઇએ. આતાપીને મફતના ભાવે સભાની મંજૂરી વગર આપી દેવામાં આવ્યું છે. જોકે સભાસદો ત્યાં જાય ત્યારે તેમનું અપમાન કરવામાં આવે છે. આરએસપીના કાઉન્સિલર રાજેશ આયરેએ સ્માર્ટ સિટીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ ડભોઈના ધારાસભ્ય અને પૂર્વ વિસ્તારના કાઉન્સિલર શૈલેષ સોટ્ટાએ સ્માર્ટ સિટીમાં કયો કયો વિસ્તાર આવે છે તે જાહેર કરવાની માગણી કરી હતી. કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડે રજૂઆત કરી હતી કે લોકો અમને પૂછે છે કે સ્માર્ટ સિટીની વાતો કરો છો તો કચરો, કાંસ જેવી સમસ્યાઓ કેમ છે. કાઉન્સિલર અમી રાવતે પણ સ્માર્ટ સિટી માટે સ્પેશિયલ મિટિંગ બોલાવવાની અને તેનું બંધારણ સમજાવવાની માગણી કરી હતી. 

રામનાથ સ્મશાનના મુદ્દે ભાજપના બે કાઉન્સિલરો વચ્ચે તડાફડી
ભાજપના કાઉન્સિલર ચંદ્રકાન્ત ઠક્કરે રામનાથ સ્મશાનનો 7 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરવાની મંજૂરી 2010 થી મળી હોવા છતાં હજુ સુધી કોઇ કામગીરી કરવામાં આવી ના હોવાની રજૂઆત કરી હતી. જેની સામે એ જ વોર્ડના ભાજપનાં મહિલા કાઉન્સિલર જેલમબેન ચોકસીએ 2 કરોડ ફાળવી દીધા છે, કામ થઇ રહ્યું છે તેમ જણાવ્યું હતું. જેથી બંને કાઉન્સિલરો વચ્ચે બોલાચાલી થઇ હતી. ચંદ્રકાન્ત ઠક્કરે સાથી કાઉન્સિલરને જણાવ્યું હતું કે તમે સ્ટેન્ડિંગની કમિટીમાં છો. અમને ટેકો આપવાની  જગ્યાએ ચેરમેનને ટેકો આપી રહ્યાં છો.

વર્ગ 3-4 ના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ અપાયો
પાલિકામાં ફરજ બજાવતા વર્ગ 3-4 ના ફિક્સ પગારના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવાની દરખાસ્તને સભામાં મંજૂરી આપવામાં આવી હતી. કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ રજૂઆત કરી હતી કે શા માટે વર્ગ 1-2 ના કર્મચારીઓને પણ પગાર ધોરણ વધારાનો લાભ આપવામાં આવી રહ્યો નથી. પાલિકાએ પહેલ કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો