તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાવીજેતપુર તાલુકાના હિરપરી ગામમાં ખેતરમાંથી મૃત મોર મળ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

છોટાઉદેપુરઃ પાવીજેતપુર તાલુકાનાં હીરપરી ગામના એક ખેતરમાંથી મૃત હાલતમાં રાષ્ટ્રીય પક્ષી મોર મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના હીરપુર(રતનપુર) ગામે 11 જાન્યુઆરીના રોજ સાંજના સમયે એક ખેડૂતના ખેતરમાં મૃત હાલતમાં રાષ્ટ્રીય પક્ષી મોર મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ પાવીજેતપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં કરતા જંગલ ખાતાના અધિકારીઓ કર્મચારીઓ સહિત ઉપસ્થિત થઈ પંચનામું કરી મૃત મોરને કબજે લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પંચક્યાસ કરીને ફોરેસ્ટ ઓફિસના કંમ્પાઉન્ડમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતા.

પાવીજેતપુર તાલુકાના હિરપરી(રતનપુર) મૃત મોરનું શબ ક્યાંથી આવ્યું ? આ પ્રશ્ન ચર્ચાનો વિષય થઈ જવા પામ્યો  છે. આ મૃત મોરની હત્યા થઈ છે કે કુદરતી મોત છે ? તે તપાસનો વિષય હોઇ અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ મોરનું મોતનું કારણ ખબર પડી શકે તેમ છે ત્યાર પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
(અહેવાલઃ મિતેશ પટેલ, પાવીજેતુપર)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો