તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

108માં પણ કોરોના કિટ મૂકવામાં આવી, પાઇલટ, ટેક્નિશિયન અને દર્દી ત્રણેયની સલામતી માટે તકેદારી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોરોના કિટ - Divya Bhaskar
કોરોના કિટ

વડોદરાઃ કોરોનાએ છેલ્લા દોઢ મહિનાથી ભારત સહિતના દેશોમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં હજી કોરોનાએ દેખા દીધી નથી પણ 108 એમ્બ્યુલન્સ સેવાઓએ ઇમર્જન્સી કેસને ધ્યાનમાં રાખીને કોરોના વાઇરસના દર્દીની જાણ થાય અને 108માં તેને લેવા જવાની નોબત આવે તો તેની તૈયારીના ભાગરૂપે દરેક 108 એમ્બ્યુલન્સને કોરોના કિટથી સજ્જ કરી છે. અકસ્માતગ્રસ્ત અને બીમાર લોકોને પ્રાથમિક સારવાર આપીને જીવન બચાવતી એમ્બ્યુલન્સ સેવા 108માં કોરોના કિટ આપવામાં આવી છે. આ  કિટમાં પાઇલટ, ટેક્નિશિયન અને દર્દી ત્રણેયની સલામતીનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ કિટમાં આંખના રક્ષણ માટે બે નંગ સન ગ્લાસ, ત્રણ એન-95 માસ્ક, હેડ કવર્સ અને એપ્રન અપાયા છે. આ કિટની તમામ ચીજો સિંગલ યુઝ એન્ડ થ્રો છે.

શંકાસ્પદને કેવી રીતે ટ્રીટ કરાય છે
જો કોઈ વ્યક્તિ સયાજી હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે આવે તો શરૂઆતમાં તેની તબીબો દ્વારા તપાસ કરવામાં આવે છે. શરૂઆતમાં તેઓને લોપીમ્યુન અને ક્લોરોક્લીન નામની એન્ટિ વાઇરલ મેડિસીન આપવામાં આવે છે અને જરૂર પડે તો તેને વેન્ટિલેટર પર ઓક્સિજન અપાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો