તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોટલના ખાળકૂવામાં મોતને ભેટેલા 7 સફાઇ કામદારોને સુપ્રીમના આદેશ પ્રમાણે વળતર ચૂકવવાની કોંગ્રેસની માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હોટલ માલિક સામે હત્યાનો ગુનો દાખલ કરવા કોંગ્રેસે માંગ કરી
  • કોંગ્રેસે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

વડોદરા: ડભોઇ તાલુકાના ફરતીકૂઇ ગામ પાસે દર્શન હોટલના ખાળકૂવાની સફાઇ દરમિયાન 7 સફાઇ કામદારોના મોત નીપજ્યાં હતા. આ દુર્ઘટમાં મોતને ભેટેલા વ્યક્તિઓના પરિવારજનોને સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે તત્કાલ રૂપિયા 10 લાખ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવાની માંગણી સાથે આજે વડોદરા શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

10 લાખ રોકડ અને શિક્ષણ સહિતના લાભો આપવાની માંગણી
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ(ટીકો) અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ (મુખી)ની આગેવાનીમાં આજે ડભોઇના ફરતીકૂઇની ઘટના અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર મૃતકોના પરિવારજનોને તત્કાલિક રૂપિયા 10 લાખ રોકડ સહાય, મૃતકોના પરિવારના બાળકોને તેઓ જ્યાં સુધી અભ્યાસ કરવા માંગે ત્યાં સુધી સ્કોલરશીપ, મકાન માટે પ્લોટ, તેમજ મૃતકના પરિવારજનોને જીવન નિર્વાહ માટે સ્કિલ ટ્રેનિંગ અને ટ્રેનિંગ દરમિયાન માસિક સ્ટાઇપેન્ડ જેવી સુવિધા પૂરી પાડવા માંગણી કરવામાં આવી છે.

હોટલ માલિકની ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવા માંગણી
દર્શન હોટલના માલિકો સામે હત્યાનો ગુનો દાખલ કરવા અને તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના ધ પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેનજરસ એન્ડ ધેર રીહેબિલીટેશન એક્ટ-2013 મુજબ કોઇપણ મનુષ્યને ખાળકૂવામાં કામ કરવા ઉતારી શકાય નહીં. તેમ છતાં હોટલના માલિકોએ પોતાની હોટલ સ્થિત ખાળકૂવાની સફાઇ માટે માણસોને ઉતારીને તેમનો ભોગ લીધો છે. જે માફીને લાયક નથી. જેથી હોટલ માલિકની તત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા તેમજ આ બનાવમાં જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. જેથી તેઓની વહેલીતકે ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે.

સફાઇ કામદારોને ન્યાય આપવાની માંગણી સાથેના સૂત્રોચ્ચાર કર્યાં
વડોદરા શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ડભોઇની ઘટના અંગે આપવામાં આવેલા આવેદનપત્રના કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ), કાઉન્સિલર્સ, સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા. કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા મૃતક સફાઇ કામદારોને ન્યાય આપવાની માંગણી સાથેના સૂત્રોચ્ચાર કર્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...