બે દીકરીને જન્મ આપનાર પત્નીને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકનાર પતિ સામે ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા: બેટી બચાવો..બેટી પઢાવો..ની વાતો વચ્ચે પુત્રના બદલે બે દીકરીઓને જન્મ આપનાર પરિણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકનાર પતિ સામે ફરિયાદ નોંધાઇ છે. 
વડોદરામાં રહેતા દીપલબહેન હિરાણીનું લગ્ન 15-85, ઇલોરા પાર્ક સોસાયટીમાં રહેતા પ્રદિપ રમેશભાઇ હિરાણી સાથે લગ્ન થયું હતું. પરિણીતાએ બીજી વખત પણ દીકરીને જન્મ આપતા પતિએ છોકરાને જન્મ કેમ આપ્યો નહીં. તેમ જણાવી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અને મારઝૂડ શરૂ કરી હતી. અને પત્નીને પિયરની વાટ પકડાવી દીધી હતી. પરિણીતાએ બે દીકરીને જન્મ આપ્યા બાદ ગુજરાન ચલાવવું મુશ્કેલ થતાં પતિ પ્રદિપ હિરાણી સામે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.