તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટીએમ અને ઓનલાઇન ખરીદીની સાઇટ્સ ઉપર એક જ દિવસમાં 6 લોકો સાથે છેતરપિંડીની ફરિયાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરાઃ પે.ટી.એમ. સહિત વિવિધ ઓનલાઇન ખરીદીની સાઇટોનો ઉપયોગ કરીને ખરીદી કરતા શહેરની એક મહિલા સહિત 6 વ્યક્તિઓ ઓન લાઇન છેતરપિંડી કરતી ટોળકીનો ભોગ બન્યા છે. જેમાં એક મહિલાએ વેબસાઇટ દ્વારા કેશ ઓન ડિલીવરીથી ચોલી સહિતની વસ્તુઓ મંગાવી હતી. પરંતુ, વેબસાઇટ કંપની દ્વારા જુની સાડી મોકલાવી છેતરપિંડી કરી હતી.
માંજલપુર વિસ્તારમાં આવેલ એ-9 શ્રી કુંજ બંગલોઝમાં પ્રિપલબહેન ધર્મેન્દ્રભાઇ ગજ્જર રહે છે. તેઓએ ક્વિનડીઝાઇન સ્ટડીન કોમ. નામની વેબસાઇટ ઉપર કેશ ઓન ડિલીવરીથી તા.30-11-019ના રોજ રૂપિયા 750માં ચોલી અને વુમન બેન્ધા મંગાવ્યા હતા. પરંતુ વેબસાઇટ દ્વારા જુની સાડી મોકલીને છેતરપિંડી કરવામાં આવી હતી. પ્રિપલબહેને આ અંગેની માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 
આ ઉપરાંત માંજલપુર પોલીસ મથકમાં જ નોંધાયેલી બીજી ફરિયાદમાં 29, નક્ષત્ર ડુપ્લેક્ષમાં રહેતા રાજેશભાઇ બાલકૃષ્ણ ભટ્ટના પુત્ર નીશે ફોન માના વેબસાઇટ દ્વારા રૂપિયા 3950માં આઇફોન મંગાવ્યો હતો. પરંતુ, ફોનના બદલે તેઓને ક્વાર્ટઝ કાંડા ઘડિયાળ મોકલી આપવામાં આવ્યું હતું. જેથી તેઓએ ડિલીવરી કરનાર કુરીયર એજન્સી બ્લ્યુ ડર્ટ કંપનીને પેમેન્ટ રોકવાની જાણ કરવા છતાં કુરીયર કંપનીએ પેમેન્ટ કરી દીધું હતું. આ અંગે રાજેશ ભટ્ટે વેબસાઇટ અને સયાજીગંજ શ્રીરંગ પ્લાઝામાં આવેલી બ્લ્યુ ડર્ટ એક્સપ્રેસ એજન્સી સામે ફરિયાદ નોંધાવી હતી. 
ડભોઇ રોડ સોમા તળાવ પાસે એ-306, નંદવાટીકા સોસાયટીમાં રહેતા દેવરાજ નારાયણ ગુર્જર ગુગલ પે દ્વારા પોતાના કાકાના એકાઉન્ટમાં રૂપિયા 40,000 હજાર મોકલવાના હતા. પરંતુ, તેઓ પાસે આઇએફએસસી કોડ ન હતો. જેથી તેઓએ ગુગલ પેની સાઇટ ઉપર સર્ચ કરીને આઇએફએસસી કોડ મેળવીને રૂપિયા 20-20 હજાર કાકાના એકાઉન્ટમાં મોકલ્યા હતા. પરંતુ, તેઓના કાકાને રકમ ન મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન તેઓએ કંપની સામે સાઇબર કંપનીમાં ફરિયાદ નોંધાવી છે.
 
વડોદરા શહેરના માણેજા ક્રોસિંગ વૃંદાવન ડુપ્લેક્ષમાં મિતેષભાઇ શાહ રહે છે. અને ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે. મિતેષ પી.ટી.એમ.નો ઉપયોગ કરે છે. અને અવાર-નવાર ઓનલાઇન ખરીદી કરે છે. અજાણ્યા વ્યક્તિએ તેઓને મેસેજ મોકલી જણાવ્યું હતું કે, તમારું કેવાયસી વેરીફાઇ કરવાનું છે. આથી નવા કેવાયસી મોકલી આપો. મિતેષે અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકીને વાત આગળ ધપાવી હતી. અને જણાવ્યું કે, મારું પે.ટી.એમ. બંધ થઇ ગયું છે. ત્યારે ભેજાબાજે મિતેષને જણાવ્યું કે, હું પે.ટી.એમ.ની ઓફિસમાં નોકરી કરું છું. ક્વિક સપોર્ટ એપ્લિકેશન ધરાવતા ઇજનેરને ભેજાબાજે પે.ટી.એમ. ડાઉનલોડ કરવા જણાવ્યું હતું.
મિતેષે ભેજાબાજ ઉપર વિશ્વાસ મુકીને એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. દરમિયાન ભેજાબાજે મિતેષને રૂપિયા 10 ટ્રાન્સફર કરાવ્યા હતા. ભેજાબાજે ક્વિક એપ્લીકેશન દ્વારા મિતેષના એકાઉન્ટમાં બેલેન્સ હોવાનું જાણી લીધું હતું. દરમિયાન ભેજાબાજે કોઇપણ જાતનો સમય બગાડ્યા વિના મિતેષના એકાઉન્ટમાંથી રૂપિયા 1,49,110 અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગેની ફરિયાદ મકરપુરા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
તેજ રીતે વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ ઉપર બી-777, વૈકુંઠ-1માં રહેતા દિનબંધુ બાબુભાઇ ભટ્ટ ઇન્સ્ટ્રગ્રામ એપનો ઉપયોગ કરે છે. તેઓના પેઝ ઉપર રૂપિયા 22000ની કિંમતના આઇફોનની જાહેરાત આવી હતી. આથી તેઓએ ઇન્સ્ટ્રાગ્રામ એપની યુઝર આઇડી hype_gadgtoને ભેજાબાજે મિતેષ શાહ સાથે જે એમ.ઓ.નો ઉપયોગ કર્યો હતો. તેજ રીતે તેઓના એકાઉન્ટનું બેલેન્સ જાણીને તેઓના બેંક એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કરી લઇ છેતરપિંડી કરી હતી. ભેજાબાજોનો ભોગ બનેલા પે.ટી.એમ.ના ગ્રાહકોએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો