વડોદરા / પાલિકાની ઢોર પાર્ટીએ ગાયને પકડતા માલિકે કહ્યુ: 'મારી ગાયને છોડી દો નહીં તો ગાયને જ મારી નાખીશ'

Clash between cow owner and corporation employee in vadodara

  • ગાયના માલિકે ઢોર પાર્ટીના કર્મચારીઓને માર મારવાની ધમકી આપી
  • ઢોર પાર્ટીના ઇન્સપેક્ટરે ગાયના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવી

Divyabhaskar.com

Jul 12, 2019, 06:32 PM IST

વડોદરાઃ વડોદરા શહેરના ખંડારાવ માર્કેટ પાસે ઢોર પાર્ટીએ પકડેલી ગાયને છોડાવવા માટે ગાય માલિકે ગુરૂવારે રાત્રે દાદાગીરી કરી હતી. ઢોરા પાર્ટીને અપશબ્દો બોલીને ગાયને છોડાવવા માટેની જબરદસ્તી કરનાર ગાય માલિક મેહુલ રબારી સામે દબાણ શાખાને ઇન્સપેક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ગાય માલિકે ગાયને દંડાથી મારી
વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીએ પકડેલી ગાયને છોડાવવા માટે મેહુલ રબારીએ ખેંચતાણ કરી હતી. જેમાં ગાય રસ્તા પર ફસડાઇ ગઇ હતી. ઢોર પાર્ટીએ ગાયને છોડવાનો સ્પષ્ટ ઇન્કાર કરતા ગોપાલક મેહુલ રબારીએ ગાયને મારી નાખવાની વાત કરી હતી અને ગાયને દંડાથી મારી પણ હતી.

ગાય માલિકે કર્મચારીઓને ગાળો ભાંડી
કોર્પોરેશનના દબાણ શાખાના ઇન્સ્પેક્ટર યશવંત શિંદેએ જણાવ્યું હતું કે, ખંડેરાવ માર્કેટના ગેટ નં-2ની સામે જ એક ગાય ઉભેલી હતી. જેથી ઢોર પાર્ટીએ ગાયને પકડી હતી. જેથી ગાયનો માલિક મેહુલ રબારી આવ્યો હતો અને તેણે અમારી જ ગાયો કેમ પકડો છો, તેમ કહીને ગાય છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, ઢોર પાર્ટીએ ગાય ના છોડતા તેણે કર્મચારીઓને ગાળો ભાંડી હતી. અને કર્મચારીઓને માર મારવાની ધમકી પણ આપી હતી. જેને પગલે પોલીસને જાણ કરીને નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

X
Clash between cow owner and corporation employee in vadodara
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી