• Home
  • Dvb Original
  • Bullet train platform will be built at platform Number 7 instead of platform 6 at Vadodara

ભાસ્કર ઓરિજિનલ / વડોદરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન પ્લેટફોર્મ 6ને બદલે 7 પર બનશે

બુલેટ ટ્રેનનું એક સ્ટેશન પ્લેટફોર્મ 7 પર અને બીજું  કડક બજાર પાસે  બનશે.
બુલેટ ટ્રેનનું એક સ્ટેશન પ્લેટફોર્મ 7 પર અને બીજું કડક બજાર પાસે બનશે.

  • અગાઉના આયોજન મુજબ 5 વર્ષનો સમય લાગે તેમ હતો, હવે એક વર્ષમાં તૈયાર થશે
  • વડોદરા યાર્ડમાં સિંગલ ગર્ડર બ્રિજ નહીં બને, રૂા. 442 કરોડ બચશે 
  • હવે પશ્ચિમ વિસ્તારમાં કોઇ બિલ્ડિંગ નહીં તૂટે

Divyabhaskar.com

Dec 27, 2019, 06:08 AM IST
અર્પિત પાઠક, વડોદરા: બુલેટ ટ્રેનની દિશા બદલવા પ્લેટફોર્મ નં.6થી 7 સુધી નાંખવામાં આવનાર સિંગલ ગર્ડર બ્રિજ હવે નહીં નંખાય. જેથી રૂ. 442 કરોડ અને 4 વર્ષનો સમય બચશે.સાથે વડોદરા રેલવે સ્ટેશન ખાતે પૂર્વમાંથી પશ્ચિમમાં બુલેટ ટ્રેનને લઇ જવાનું પણ પડતું મૂકાયું છે. રેલવે લાઇન પર મકરપુરાથી આગળ જ્યાં માત્ર બે ટ્રેક થાય છે. ત્યાં બુલેટટ્રેનની દિશા બદલાશે. બુલેટ ટ્રેન માટે પ્લેટફોર્મ નં.7 સ્ટેશન બનાવાશે.
અમદાવાદ -મુંબઇ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન માટે સૌથી મોટો બદલાવ થઇ રહ્યો છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ખાતે બુલેટ ટ્રેનના રૂટમાં થયેલા બદલાવથી સ્ટેશન પર બનનાર 220 મીટરનો સૌથી મોટો સિંગલ ગર્ડર બ્રિજ હવે બનવાનો નથી. આ બ્રિજ બનાવવા અંદાજે સાડા પાંચ વર્ષનો સમય સાથે રૂા. 442 કરોડનો ખર્ચ હતો. પ્રોજેક્ટ સમયસર પૂરો કરવામાં આ સમય બાધક હતો. વડોદરા યાર્ડમાં આ કામ થવાનું હોવાથી ટ્રેન રૂટ અને ઉપર 130 મીટર હાઇટ પર હવાઇ રૂટ બાધિત થતો હતો. જેને પગલે આયોજનમાં ફેરફાર કરાયો છે. નેશનલ હાઇસ્પીડના પીઆરઓ સુષ્મા ગૌરે જણાવ્યું હતું કે, અમે સિંગલ ગર્ડર બ્રિજ બનાવાનુ બંધ રાખ્યું છે. જાપાની ટીમ નવા સ્ટેશન માટે ફીઝીબીલીટી ચેક કરી રહી છે. હવે પ્લેટફોર્મ નંબર-7 પર બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવાશે. આગામી 20 દિવસમાં નવી ડિઝાઇન અને ફિઝીબીલીટી મુજબ ટેન્ડર થશે.
બુલેટ ટ્રેનનું એક સ્ટેશન પ્લેટફોર્મ 7 પર અને બીજું કડક બજાર પાસે બનશે
જાપાનની ટીમે આપેલા રિપોર્ટ મુજબ હવે પ્લેટફોર્મ નંબર 6ને બદલે વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નં. 7 પર બુલેટ ટ્રેનનું સ્ટેશન બનશે . જેથી પ્લેટફોર્મ 7 તોડીને આગળ નહી લઇ જવું પડે, સુત્રો મુજબ જ્યાં પ્લેટફોર્મ છે. ત્યાં પાર્કિંગ એરિયા સુધીમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવશે. પાર્કિંગ અંડર ગ્રાઉન્ડ કરવા વિચારણા છે સાથે કડક બજાર પાસે બીજુ સ્ટેશન બનશે.
પ્લેટફોર્મ નં-1 સામે પાર્કિંગમાં ગર્ડર આવશે
સૂત્રો મુજબ આ સ્ટેશનની દિશા અને સ્થળ બદલાયું છે. અગાઉ પશ્ચિમ વિસ્તારમાં આ સ્ટેશન બનનાર હતુ. પંડ્યા બ્રિજથી જોડતો રસ્તો અને સ્ટેશન પાસે બીજુ ગરનાળું તેમજ રાજપથ હોટલ પાસે ગર્ડર અને અન્ય બદલાવ થવાના હતા. હવે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં-1 સામે પાર્કિંગમાં બુલેટ ટ્રેનનો ગર્ડર આવશે. યુનિવર્સીટી પાછળનો રોડ, નિઝામપુરા અને પંડ્યા બ્રિજના ગરનાળાને જોડતો માર્ગ બદલાશે.
સૌથી મોટો ગર્ડર , વિશ્વની અજાયબી બનતા રહી ગઇ
પ્લેટફોર્મ નં. 6થી 7 સુધી બનનાર સિંગલ ગર્ડર બ્રિજ વિશ્વની એન્જિનિયરીંગ અજાયબી સમાન હતો. જાપાનમાં પણ આટલો મોટો સિંગલ ગર્ડર બ્રિજ નથી. જો કે હવે તે નહીં બને.
રૂટ બદલાતા આસપાસના મિલકતધારકોને હાશકારો
પ્લેટફોર્મ નંબર -6 પાસે આવેલી વસાહત, પાર્સલ ઓફિસ , હોટલ , મોલ અને એક સોસાયટીના કેટલાક મકાનો આ રૂટને લીધે તૂટવાના હતા. હવે કોઇ બિલ્ડીંગ કે મકાન તોડવા નહીં પડે.
X
બુલેટ ટ્રેનનું એક સ્ટેશન પ્લેટફોર્મ 7 પર અને બીજું  કડક બજાર પાસે  બનશે.બુલેટ ટ્રેનનું એક સ્ટેશન પ્લેટફોર્મ 7 પર અને બીજું કડક બજાર પાસે બનશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી