દુર્ઘટના / પાદરા પાસેની કંપનીમાં બ્લાસ્ટ, ગેસ ગળતરને પગલે 6ને અસર

6 લોકોને ગેસ ગળતરની અસર થઈ છે
6 લોકોને ગેસ ગળતરની અસર થઈ છે
તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં
તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં
2 લોકોની હાલત અતિગંભીર
2 લોકોની હાલત અતિગંભીર

  • એકલબારાની ટ્રાન્સપેક સિલોક્સ કંપનીમાં  ગેસ લીકેજ થયો
  • એમ્બુલન્સની સાથે કારમાં કર્મીઓને હોસ્પિટલ લઇ જવાયા

Divyabhaskar.com

Dec 07, 2019, 12:15 AM IST

વડોદરા-પાદરાઃ પાદરાના તાલુકાના એકલબારા ગામની સીમમાં આવેલ ટ્રાન્સપેક સીલોક્સ કંપનીમાં શુક્રવારે અચાનક સોડિયમ ફરમેટ પ્લાન્ટ મા બ્લાસ્ટ થતાં ગેસ ગળતર થયો હતો.જેમાં 6 કામદારોને વધુ અસર થવાથી તાત્કાલિક નજીકની ક્રોસ રોડ હોસ્પિટલ ડભાસા ખાતે લઈ ગયા હતા, જેમાં બે ની વધુ હાલત નાજુક હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.ટ્રાન્સપેક સિલોક્સ કંપનીમાં અકસ્માત સમયે એક જ એમ્બ્યુલન્સ હતી. તમામ કર્મચારીઓને હોસ્પીટલ ખસેડવા માટે ખાનગી કારનો પણ ઉપયોગ કરાયો હતો.ગેસ ગળતર થતા પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓએ ગુંગળામણનો અનુભવ કર્યો હતો.બનાવની જાણ થતા કંપનીના ગેટ પર કર્મચારીઓના ટોળે ટોળા ઉમટ્યા હતા.હોસ્પિટલના ડો.ધૃમિત ગોહિલે જણાવ્યું હતું કે, 6 લોકોને સારવાર માટે લાવ્યા છે જેમાં 2ની હાલત અતિ ગંભીર છે.

ચારને વધુ અસર થતાં હોસ્પિટલમાં દાખલ
અમારી ટ્રાન્સપેક સીલોકસ કંપનીમાં બેઝ કમ્પોઝ થયા બાદ ગેસ લીકેજ થયું હતું આં પ્રેશર ડાઉન કરવા જતા 6 ઓફિસરો ને અસર થઈ છે જેમાં ચારને વધુ અસર થવાથી અહીં ક્રોસ રોડ હોસ્પિટલ મા લાવ્યા છે અમે સેફ્ટીનું ધ્યાન આપીએ છે. - રાજેશ વૈદ્ય,સિલોકસ મેનેજર

X
6 લોકોને ગેસ ગળતરની અસર થઈ છે6 લોકોને ગેસ ગળતરની અસર થઈ છે
તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાંતમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં
2 લોકોની હાલત અતિગંભીર2 લોકોની હાલત અતિગંભીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી