તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Blast In Oxygen Company, Workers Are On Strike For Return To Decedents With Shirtless Body In Heavy Cold

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાદરાની ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટનો મામલો, મૃતકોને વળતર આપવાની માગ ન સંતોષાતા કર્મચારીઓ શર્ટ કાઢી ધરણા પર બેઠા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધરણા દરમિયાન કોઇની તબિયત લથડશે તો સરકાર જવાબદાર રહેશેઃ કર્મચારી
  • ભયંકર ઠંડીમાં કર્મચારીઓ શર્ટ કાઢીને આંદોલન પર

વડોદરાઃ પાદરાની ઓક્સિજન કંપનીમાં થયેલી દુર્ઘટના મામલે હજુ સુધી કોઇ નિર્ણય આવ્યો નથી. ત્યારે વળતરની માગ પૂરી ના થતા કર્મચારીઓ ધરણાં પર બેઠાં છે. ભયંકર ઠંડીમાં કર્મચારીઓ શર્ટ કાઢીને આંદોલન કરી રહ્યાં છે. મહત્વનું છે કે, કર્મચારીઓએ જણાવ્યું છે કે, જો આ ધરણા દરમિયાન કોઇની તબિયત લથડશે તો સરકાર જવાબદાર રહેશે.

શું છે સમગ્ર મામલો?
પાદરા નજીક ગવાસદ ગામ પાસે એમ્સ ઓક્સિજન કંપનીમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થતાં 8 કામદારોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં થતાં ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને મૃતકો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, 3 કિમી સુધી ધરતી ધ્રુજતા ભૂંકપ જેવો અનુભવ થયો હતો. 8 પૈકી વડુ સીએચસી ખાતે રાખવામાં આવેલા 4 મૃતદેહોને યોગ્ય વળતર આપવાની લેખિતમાં બાહેધારી આપે તો જ મૃતદેહ સ્વીકારવાની પરિવારજનોએ માંગ સાથે હોબાળો મચાવ્યો હતો અને કંપનીના અધિકારીઓ હજુ દવાખાને પણ ફરક્યા નહીં હોવાના આક્ષેપો કર્યાં હતા.

મૃતકોના પરિવાર અને ઇજાગ્રસ્તોને યોગ્ય વળતર આપવાની માંગ
ઘટનાની જાણ થતાં પાદરા અને ગવાસદ ગામના અગ્રણીઓ સ્થળ પર દોડી ગયા હતા. અને એમ્સ ઓક્સિજન કંપનીમાં મોતને ભેટેલા કામદારોના પરિવાનો અને દાઝેલા કામદારોને યોગ્ય વળતર જાહેર કરવાની માંગ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો