તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bharuch Link Road 5 Year Girl Injured With Kite Tharead Girl Going On Two Wheeler With Mother

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લિંક રોડ પર માતા સાથે ટુ વ્હિલરમાં જતી પાંચ વર્ષની બાળકીનું પતંગના દોરાથી ગળું કપાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. - Divya Bhaskar
ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
 • ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ

વડોદરાઃભરૂચના લિંક રોડ પર માતા સાથે ટુ વ્હિલર પર જતી પાંચ વર્ષની બાળકીનું કપાયેલા પતંગના દોરાથી ગળું કપાયું હતું. લોહિ લુહાણ હાલતમાં બાળકીને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ગળામાં પતંગના દોરાનો ઊંડો ઘા હોવાથી લોહી ભીની હાલતમાં હોસ્પિટલમાં તબીબોએ સારવાર શરૂ કરી હતી.

બાળકી આગળ બેઠી હતી
ભરૂચમાં શંભુ ડેરી પાસે આવેલા મનીષાનંદ કોમ્પલેક્સમાં રહેતા નિત્યા સચિન જગતા(ઉ.વ.આ.5)ના માતા સુપ્રીયાબેન સાથે માતળીયા તળાવ તરફ કામ અર્થે જઈ રહ્યાં હતાં. ટુ વ્હિલર પર માતા-પુત્ર જઈ રહ્યાં હતાં એ દરમિયાન લિંક રોડ પર કપાયેલા પતંગનો દોરો ટુ વ્હિલર પર બેઠેલી દીકરીના ગળામાં ભેરવાયો હતો. જેથી નાની ફૂલ જેવી નિત્યાના ગળામાં તિક્ષ્ણ દોરાથી ઘા પડી ગયો હતો. માતા કંઈ સમજે અને ટુ વ્હિલર થંભાવે એ અગાઉ જ નિત્યાના ગળામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં. માતા સુપ્રિયાબેન નિત્યાને લઈને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ દોડી ગયાં હતા.જ્યાં તબીબોએ નિત્યાના ગળે પટ્ટી મારીને સારવાર શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો