તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં પ્રેસિડેન્ટ તરીકે પ્રણવ ચિરાયુ અમીન, જ્યારે શીતલ મહેતા વાઇસ પ્રેસિડેન્ટ ચૂંટાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોએ આનંદીત થઈને પોઝ આપ્યાં હતાં. - Divya Bhaskar
ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોએ આનંદીત થઈને પોઝ આપ્યાં હતાં.
  • જ્યોતિ ગાર્ડન ઉપર વહેલી સવાર સુધી મતગણતરી ચાલુ રહી
  • રીવાઇલ ગૃપમાં ખૂશીનો માહોલ, રોયલ ગૃપમાં સન્નાટો
  • પ્રતિષ્ઠાત્મક જંગમાં ઉદ્યોગપતિ સામે મહારાજા ગૃપની કારમી હાર

વડોદરાઃબરોડા ક્રિકેટ એસોસિએશનની 6 વર્ષ બાદ 31 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં પ્રેસિડેન્ટ તરીકે પ્રણવ ચિરાયુ અમીનનો વિજય થયો છે. જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે શીતલ સનત મહેતા ચૂંટાયાં છે. જ્યારે અજિત લેકે સેક્રેટરી તરીકે ચૂંટાયા છે. આ ચૂંટણીમાં રીવાઇવલ ગૃપનો 23 બેઠકો ઉપર અને રોયલ ગૃપનો 8 બેઠકો ઉપર વિજય થયો છે. રોયલ ગૃપ દ્વારા રીવાઇવલ ગૃપ ઉપર ભ્રષ્ટાચાર, અંધેર વહીવટ જેવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. આમ છતાં, રોયલ ગૃપનો કારમો પરાજય થયો હતો.

રીવાઈકલ ગૃપનો કબ્જો
પ્રતિ ત્રણ વર્ષે યોજાતી બરોડા ક્રિકેટ એસોસિએશનની તા.27 સપ્ટેમ્બરના રોજ 6 વર્ષ બાદ ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના સમર્થક રોયલ ગૃપ અને ઉદ્યોગપતિ પ્રણવ અમીનના રીવાઇવલ ગૃપ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની ગઇ હતી. આ જંગમાં ઉદ્યોગપતિ પ્રણવ અમીનના રીવાઇવલ ગૃપે 31 બેઠકોમાંથી 23 બેઠકો ઉપર વિજય મેળવીને બરોડા ક્રિકેટ એસોસિએશન ઉપર કબજો જમાવ્યો હતો.

68.5 ટકા મતદાન થયું હતું
 શુક્રવારે સવારે યોજાયેલી જ્યોતિ ગાર્ડન ખાતે યોજાયેલી ચૂંટણીમાં 68.5 ટકા મતદાન થયું હતું. મતદાન પૂરું થયા બાદ ગાર્ડન ખાતેજ મતગણતરી હાથ ધરાઇ હતી. વહેલી સવાર સુધી ચાલેલી મતગણતરીના અંતે પ્રમુખ તરીકે રીવાઇવલ ગૃપના પ્રણવ અમીન, ઉપપ્રમુખ પદે શીતલ મહેતા ચૂંટાઇ આવ્યાં હતાં. જ્યારે સેક્રેટરી પદે રોયલ ગૃપના અજીત લેલે અને જોઇન્ટ સેક્રેટરી પદે પરાગ પટેલ ચૂંટાઇ આવ્યા હતા. બી.સી.એ.માં મહત્વની મનાતી પાંચ સભ્યોની એપેક્ષ કમિટી (મેનેજિંગ કમિટી) માં રીવાઇલ ગૃપના ત્રણ ઉમેદવાર કમલકાંત પંડ્યા, અંકિન શાહ, રશ્મી શાહ જ્યારે રોયલ ગૃપમાંથી જય બક્ષી અને કલ્યાણ હરીભક્તિ ચૂંટાઇ આવ્યા હતા. જ્યારે ટ્રેઝરર પદે રીવાઇવલ ગૃપના અજીત પટેલ ચૂંટાઇ આવ્યા છે.આ ઉપરાંત રોયલ ગૃપના અન્ય ત્રણ ઉમેદવારોમાં ફાઇનાન્સ કમિટીમાંથી અનંત તેડુંલકર, પ્રેસ કમિટીમાંથી ચિરાગ ઝવેરી, ડો. રવિન્દ્ર દેસાઇ અને ગ્રાઉન્ડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર કમિટીમાંથી કોન્નોર વિલીયમ ચૂંટાઇ આવ્યા હતા. બાકીના તમામ સભ્યો રીવાઇવલ ગૃપના ચૂંટાઇ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...