વડોદરા / એરપોર્ટ પર પ્રાયોગિક ધોરણે જ્યોતિષનો સ્ટોલ શરૂ, જો ઓથોરીટી માન્ય રાખશે તો દેશભરનાં એરપોર્ટ પર લાગુ

વડોદરા એરપોર્ટ - ફાઇલ તસવીર
વડોદરા એરપોર્ટ - ફાઇલ તસવીર

  • ઇનોવેટિવ આઇડિયા અંતર્ગત 6 માસ માટે સ્ટોલ ફાળવાયો, મુદત વધારવા પ્રક્રિયા

Divyabhaskar.com

Jan 03, 2020, 01:34 AM IST

અર્પિત પાઠક, વડોદરાઃ દેશના એકમાત્ર વડોદરા એરપોર્ટ પર જ્યોતિષની સલાહ મળે છે. ઇનોવેટિવ આઇડિયા અંતર્ગત એરપોર્ટ ઓથોરિટી દ્વારા 6 મહિના માટે જયોતિષને મંજૂરી અપાઈ છે. જ્યારે વધુ મુદત માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સમક્ષ પ્રોસિજર શરૂ કરાયો છે. જો વડોદરા એરપોર્ટની રજૂઆત સ્વીકાર્ય થશે તો દેશનાં તમામ એરપોર્ટ પર જ્યોતિષના વ્યવસાયને સ્વીકારાશે. તે માટે ગાઇડ લાઇન બનશે અને તમામ એરપોર્ટ માટે જ્યોતિષીને બેસવાની જગ્યા અંગે ટેન્ડર બહાર પડાશે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની મંજૂરી જરૂરી
એરપોર્ટ પર તમારે કોઇ વ્યવસાય કે દુકાન માટે જગ્યા જોઇતી હોય તો તે માટે એરપોર્ટ અથોરિટી ઓફ ઇન્ડિયાની ગાઇડ લાઇન છે. જેતે ધંધો કરવા જગ્યા ન મળે. પાણીપૂરીનો સ્ટોલ ખોલવો હોય તો મંજૂરી મળે નહીં. આવી જ રીતે જ્યોતિષ એરપોર્ટની ગાઇડ લાઇનમાં નથી. પરંતુ વડોદરા એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઇનોવેટિવ આઇડિયા તરીકે તેને 6 મહિના માટે મંજૂરી અપાઈ છે.
હવે જો તમે એરપોર્ટ પર મૂંઝવણ અનુભવો અને કોઇ ગ્રહ કે પાલ્મિસ્ટ અંગે સલાહ જોઈએ તો વડોદરા એરપોર્ટ આ માટે સજ્જ છે. પરંતુ આ મુદત પૂરી થવાના આરે છે. જેથી વધુ મુદત માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની મંજૂરી અને સ્વીકૃતિ જરૂરી છે. જો આ વ્યવસાયની સ્વીકૃતિ ન હોય તો જ્યોતિષીને એરપોર્ટ પરથી ઉચાળા ભરવા પડે અને જો સ્વીકાર્ય હોય તો વડોદરા દેશમાં દાખલો બેસાડતું એરપોર્ટ બનશે.

જ્યોતિષના સ્ટોલનું માસિક ભાડું રૂા. 60 હજાર
વડોદરા એરપોર્ટ પર 6 મહિનાથી વ્યવસાય કરતા જ્યોતિષી પ્રકાશ જોષી મહિને એરપોર્ટ ઓથોરિટીને રૂ. 60 હજાર ભાડું ચૂકવે છે. વડોદરા કેમિકલ અને ઇલેક્ટ્રિક હબ છે. બહારથી ઇન્વેસ્ટમેન્ટ કરવા આવતા લોકો પણ સલાહ લેવા એરપોર્ટ પરિસરમાં આવે છે.કેવડિયા ખાતે ડી.જી.કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા અધિકારીઓએ પણ માર્ગદર્શન મેળવ્યું હતું.

દુબઇ એરપોર્ટ પર જ્યોતિષીને સ્ટોલ માટે મંજૂરી અપાઇ હતી
દુબઇ એરપોર્ટ પર મને જ્યોતિષ કન્સલ્ટન્સી માટે મંજૂરી હતી. મારું વતન વડોદરા છે. અત્રે આવ્યા બાદ વડોદરા એરપોર્ટ પર મંજૂરી માગી, 6 મહિનાથી કામ કરું છુ. - પ્રકાશ જોષી, જ્યોતિષી

X
વડોદરા એરપોર્ટ - ફાઇલ તસવીરવડોદરા એરપોર્ટ - ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી