તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લાસ્ટ કેસમાં ડાયરેકટર સહિત ત્રણના 8 દિવસના રિમાન્ડ મંજૂર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્વેતાંશુ પટેલ અને સિદ્ધાર્થ પટેલની ફાઇલ તસવીર - Divya Bhaskar
શ્વેતાંશુ પટેલ અને સિદ્ધાર્થ પટેલની ફાઇલ તસવીર
  • ફરાર બે સંચાલકો સામે લુક આઉટ નોટિસ જારી કરાશે

પાદરાઃ પાદરા તાલુકાના ગવાસદ ગામની એઇમ્સ ઓક્સિજન કંપનીમાં શનિવારે બ્લાસ્ટ થતા 6 વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. જેમાં પોલીસે કંપનીના 5 લોકો સામે ગુનો નોંધ્યો હતો. જેમાંથી 3ની પોલીસે ધરપકડ કરી હતી. ઝડપાયેલા ત્રણ લોકોને પોલીસે કોર્ટમાં રજૂ કરી 8 દિનસના રિમાન્ડ મેળવ્યા હતાં. જ્યારે કંપનીના સંચાલક શ્વેતાશું વિરુદ્ધ લૂક આઉટ નોટિસની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે.

5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ
પાદરાના ગવાસદની એઇમ્સ ઓક્સિજન કંપનીમાં શનિવારના રોજ બ્લાસ્ટ થતા 6 કામદારોનાં કરુણ મોત થયાં હતાં. બ્લાસ્ટનો બનાવ બનતા કંપનીના જવાબદાર અધિકારીઓ સ્થળ પરથી ભાગી ગયા હતાં અને ગંભીર બેદરકારી દાખવી હતી. બનાવને લઇ વડુ પોલીસે  5 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. રવિવારે પોલીસે કંપનીના ડાયરેક્ટર સત્યકુમાર બાલન, સુપરવાઇઝર રાજુભાઇ રાઠવા અને પ્લાન્ટ મેનેજર આકાશ ઉર્ફે અરૂણ કુમાર અગ્રવાલની ધરપકડ કરી હતી. પકડાયેલા ત્રણેયને પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગતાં કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બે મુખ્ય આરોપીઓની ધરપકડ  કરવા માટે પૂરતી વિગતો મેળવવા,  કંપનીના બ્લાસ્ટના બનાવમાં વધુ વિગતો મેળવવા, કંપનીએ હાઇડ્રોજન ગેસની પરમિશન લીધી હતી કે કેમ, વડોદરાની ઓફિસે  દસ્તાવેજની ચકાસણી કરવાની, હાઇડ્રોજન ગેસ ક્યાં વેચતા હતા, કંપનીમાં વપરાતું રો મટિરિયલ ક્યાંથી લાવતા હતા તે સહિતના મુદ્દાઓ કોર્ટમાં રિમાન્ડ મેળવવા માટે રજૂ કર્યા હતાં.

જવાબદાર લોકો ધડાકા બાદ ભાગી ગયા હતા
જ્યારે કંપનીના સંચાલક સિદ્ધાર્થ પટેલ અને શ્વેતાશું પટેલ વિદેશમાં ભાગી ન જાય તે માટે પોલીસે લૂક આઉટ નોટિસની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસની સમગ્ર તપાસ પાદરા પીઆઇ કરમુરને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પાદરાની એઇમ્સ ઓક્સિજન કંપનીમાં પ્રચંડ ધડાકો થવાનો બનાવ બન્યો ત્યારે કંપનીના જવાબદાર લોકો સ્થળ પરથી ભાગી ગયા હતાં. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો