અમેરિકા / ગોકુલધામમાં શ્રીનાથજી અને શ્રી કલ્યાણરાયજી સન્મુખ આમ્ર મહોત્સવ ઉજવાયો

Amra Mahotsav Celebration in atlanta in america

  • કેરીમાં રહેલા દીનતા, વિવેક, ક્ષમાપણા જેવા ગુણો ધારણ કરનાર પ્રભુને પ્યારા બને છે: પૂ. શરણમ્ કુમાર
  • આંબાની ડાળી પર ઝૂલતી કેરીઓનું દ્રશ્ય જોઇ શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા

Divyabhaskar.com

Jun 17, 2019, 06:45 PM IST

અમેરિકાઃ એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં બિરાજમાન શ્રી શ્રીનાથજી અને શ્રી કલ્યાણરાયજી પ્રભુ સન્મુખ શનિવાર તા.15 જૂને આમ્રકુંજ-આમ્ર મહોત્સવ ભક્તિભાવથી ઉજવાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વડોદરાની શ્રી કલ્યાણરાયજી હવેલીના યુવા વૈષ્ણવાચાર્ય પૂ.શરણમ્ કુમારજી મહોદયે તેમના વચનામૃતમાં કેરીમાં રહેલા નરમ અને કઠોર જેવા ગુણોના ઉલ્લેખ કર્યો હતો. પૂ.શ્રીએ કેરીમાં રહેલા દીનતા, વિવેક અને ક્ષમાપણા જેવા ગુણો ધારણ કરનાર પ્રભુને પ્યારા બને છે તેમ સમજાવ્યું હતું.

વૈષ્ણવ ભક્તો આનંદવિભોર બન્યા
ગોકુલધામ હવેલીમાં વિવિધ ઉત્સવો અને મનોરથો ઉજવાય છે. જે અંતર્ગત શનિવારે શ્રી ઠાકોરજીના સુખાર્થે આમ્રકુંજ-આમ્ર મહોત્સવ ઉજવાયો હતો. આમ્ર મહોત્સવ અંતર્ગત વૈષ્ણવ શ્રદ્ધાળઓ દ્વારા શ્રી ઠાકોરજીને વિવિધ જાતની વિદેશી અને ભારતીય કેરીઓ અર્પણ કરાઇ હતી. આ કેરીઓની અનોખી સજાવટ સાથે શ્રી શ્રીનાથજી અને શ્રી કલ્યાણરાયજી પ્રભુ સન્મુખ કેરીના મનોરથનું આયોજન કરાયું હતું. શ્રી ઠાકોરજીની પીઠિકાની ફરતે આંબાવાડિયામાં આંબાના વૃક્ષોની ડાળખીઓ પર ઝુલતી રસદાર કેરીઓની યાદ તાજી કરાવતું દ્રશ્ય સજાવટરૂપે જોઇ વૈષ્ણવ ભક્તો આનંદવિભોર બન્યા હતા.

જે ઋતુ આવે તે ઋતુ પ્રમાણે સ‌ર્વોત્તમ વસ્તુ પ્રભુ અર્પણ કરાય છે
આમ્ર મહોત્સવ અંતર્ગત ગોકુલધામના શ્રી જગદગુરુ હોલમાં યુવા વૈષ્ણ‌વાચાર્ય પૂ.શરણમ્ કુમારજી તેમજ વૈષ્ણ‌વાચાર્ય પૂ.પરેશ બાવાશ્રીના વચનામૃતનો લ્હાવો વૈષ્ણ‌વસૃષ્ટિને મળ્યો હતો. પૂ.શરણમ્ કુમારજીએ આમ્ર મહોત્સવ સંદર્ભે જણાવ્યું હતું કે, જે ઋતુ આવે તે ઋતુ પ્રમાણે સ‌ર્વોત્તમ વસ્તુ પ્રભુ અર્પણ કરાય છે. કેરીની સિઝનમાં પ્રભુને અર્પણ થતી કેરી બહારથી નરમ અને અંદરથી કઠોર હોય છે. આ કેરી વૈષ્ણવોને અન્ય વ્યક્તિ સાથે કેવી રીતે વર્તવું તે શીખવે છે. નરમ ભાગ દીનતા,વિવેક અને ક્ષમાપણું જ્યારે કઠોર ભાગ ગમે તેવી મુસીબતો કે મુશ્કેલીઓ આવે ત્યારે દ્રઢ સંકલ્પ અને પ્રભુમાં રહેલા દ્રઢ વિશ્વાસથી તેનો સામનો કરવાનું શીખવે છે. આ ગુણો ધારણ કરી પ્રભુના પ્યારા બની જવાય છે તેમ શ્રી શરણમ્ કુમારે સમજાવ્યું હતું.

X
Amra Mahotsav Celebration in atlanta in america
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી