તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગર/ અમદાવાદ: રાજ્યમાં ચારેય ઝોનમાં દુર્ઘટનાઓના બનાવો બન્યા હતા. શનિવાર કાળમુખો બની રહ્યો હતો. જેમાં લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેમાં સવારે પાદરાના ગવાસદની ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં 8 મજૂરોના મોત થયા હતા. વિસાવદર નજીક લાલપુર પાસે ખાનગી ટ્રાવેલ્સની બસને અકસ્માત થતાં 5 મુસાફર અને ડ્રાઈવર મળી 6ના મોત નીપજ્યા હતા અને 20 મુસાફરોને ઈજા થઈ હતી. દાહોદના કોળીમોવડી-લીમડી હાઇવે પર ટ્રક, બાઇક અને ટેમ્પો વચ્ચે ત્રિપલ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકો ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અમદાવાદથી બાડમેર જતી ખાનગી બસનો ધાનેરાના સામરવાડા ગામ પાસે ડમ્પર અને ખાનગી બસનો અકસ્માત થયો હતો. જેમાં એક મુસાફરનું મોત થયું હતું અને 10 લોકોને ઈજાઓ પહોંચી હતી. ધોરાજી-જેતપુર હાઇવે પર મંડલીકપુર પાસે સ્વિફ્ટ કારમાં આગ ફાટી નીકળતા કારના ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે લીમડી હાઇવે સર્કલ પર ડમ્પરે એક રાહદારીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટમાં 6ના મોત
વડોદરાઃ પાદરા નજીક ગવાસદ ગામ પાસે એમ્સ ઓક્સિજન કંપનીમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થતાં 6 કામદારોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં થતાં ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને મૃતકો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, 3 કિમી સુધી ધરતી ધ્રુજતા ભૂંકપ જેવો અનુભવ થયો હતો.દુર્ઘટના સવારે 10:55 વાગ્યાની આસપાસ બની હતી, પરંતુ તંત્રના કોઇ અધિકારીઓ કે, કંપનીના જવાબદાર અધિકારીઓ હજુ સુધી કંપનીમાં ફરક્યા નથી. જેને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. એમ્સ ઓક્સિજન કંપનીમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજનના બોટલો પણ રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. જેને કારણે બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી. વડોદરા ગ્રામ્યના એસપી સુધીર દેસાઇએ જણાવ્યું હતું કે, હાલ અમારી પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઇ છે, પરંતુ કંપનીના જવાબદાર અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા નથી. અમે આ મામલે તપાસ કર્યાં બાદ ગુનો નોંધીને કડક કાર્યવાહી કરીશું.
ખાનગી બસને અકસ્માત નડતા 6ના મોત, છાપરું પણ ઉડી ગયું
જૂનાગઢઃ વિસાવદર નજીક લાલપુર નજીક ખાનગી ટ્રાવેલ્સની બસને અકસ્માત થતાં 5 મુસાફર અને ડ્રાઈવર મળી 6ના મોત નીપજ્યા છે. જ્યારે 20 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ બસની ઉપરનું છાપરું તૂટીને અલગ થઇ ગયું હતું. આ ઉપરાંત ડ્રાઇવર નશામાં બસ ચલાવતો હોવાનો આક્ષેપ બસમાં મુસાફરી કરતાં પેસેન્જરોએ લગાવ્યો હતો. બસમાં કેપેસિટી કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. બસમાં લગભગ 50 જેટલા મુસાફરો બેઠેલા હતા.ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ જિલ્લામાં ત્રિપલ અકસ્માતમાં એક જ પરિવારના 3ના મોત
દાહોદઃ કોળીમોવડી-લીમડી હાઇવે પર ટ્રક, બાઇક અને ટેમ્પો વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના ઘટના સ્થળે જ 3 લોકોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રેલવે પ્લેટફોર્મ પર પ્રોફેસર જીવ ગુમાવ્યો
અમદાવાદ: મણીનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચાલુ ટ્રેને ઉતરવા જતા નડિયાદ કોલેજના પ્રોફેસરને અકસ્માત નડ્યો હતો. ટ્રેનમાં ઊંઘી જતાં નડિયાદને બદલે મણીનગર પહોંચી ગયેલા 40 વર્ષીય પ્રોફેસર અમિત પંડ્યા ચાલુ ટ્રેને ઉતરવા જતા ટ્રેન અને રેલવે પ્લેટફોર્મ પર આવી જતા નાજુક હાલતમાં એલ જી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું ટૂંક સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં નડિયાદ કોલેજ અને પ્રોફસરો તેમજ સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. પ્રોફેસરના મૃતદેહને તેમના વતન ખસેડવામાં આવ્યો હતો.
ધાનેરા પાસે ડમ્પર લકઝરીનો અકસ્માતમાં એકનું મોત
પાલનપુર: અમદાવાદથી બાડમેર જતી ખાનગી બસનો ધાનેરાના સામરવાડા ગામ પાસે ડમ્પર અને ખાનગી બસનો અકસ્માત થયો હતો. જેમાં એક મુસાફરનું મોત થયું હતું જ્યારે 10 લોકોને ઈજાઓ પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સારવાર માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મધરાતે 3.45 વાગ્યે ડમ્પર અને ખાનગી બસની અકસ્માતમાં બસનો ડ્રાઈવર સાઈડનો ભાગ તૂટી ગયો હતો તેમજ કેબિનનો પણ કુરચો થઈ ગયો હતો. અકસ્માતના 3 કલાક બાદ કેબિનમાંથી ડ્રાઈવરને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો. હોવા છતાં પોલીસ બે કલાક મોડી આવતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર ડમ્પરચાલકને શોધવા તજવીજ હાથ ધરી છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને જોનાર લોકોએ ઘટનાની પોલીસને જાણ કરી હતી. જો કે, પોલીસને જાણ કર્યાના બે કલાક બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
કારમાં આગ લાગતા જેતપુર પાસે ડ્રાઈવર ભડથું
રાજકોટ: ધોરાજી-જેતપુર હાઇવે પર મંડલીકપુર ગામ પાસે GJ-12BR-3017 નંબરની સ્વિફ્ટ કારમાં આજે અચાનક જ આગ ફાટી નીકળી હતી. જેમાં કારના ચાલકનું મોત નીપજ્યું હતું. જોકે કાર ચાલકની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. અચાનક આગ લાગતા દરવાજો ન ખોલી શકવાને કારણે કાર ચાલક બહાર ન નીકળી શક્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે કારમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. જૂનાગઢના રમેશભાઈ વાજા નામના વ્યક્તિની કાર હોવાનું ખુલ્યું છે. પરંતુ કાર કોણ ચલાવતુ હતું તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
ST બસના ચાલકને ખેંચ ઉપાડતા અકસ્માત જાનહાનિ નહીં
વલસાડ: પારનેરા મુકુંદ ઓવરબ્રિજ પાસે બીલીમોરા-દમણ એસટી બસના ડ્રાઈવરને ખેંચ આવતા બસ ડિવાઈડર ચડી ગઈ હતી. ત્યારબાદ હાઇવે ઉપર લાગેલા પોલ સાથે બસની ટક્કર લાગતા બસ ડિવાઈડર ઉપર ઊભી રહી ગઈ હતી. ડ્રાઈવરને ખેંચ આવી હોવાની યાત્રીઓને જાણ થતાં યાત્રીઓ ગભરાઈ ગયા હતા. જેથી બસમાં બેસેલા ICDSના કર્મચારી મહિલાએ ચાલુ બસે કૂદી ગયા હતા. જેથી તેમને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ડ્રાઈવર અને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
પતંગની દોરીથી યુવાનનું ગળું કપાયું
હિંમતનગર: સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં હાઈવે પર એક યુવાનનું પતંગની દોરીને કારણે ગળું કપાયું હતું. જોકે સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. જ્યાં તેના ગળામાં ડોક્ટરે 10 ટાંકા લીધા હતા.
અમીરગઢ અને પાલનપુરના આંત્રોલીમાં બેના મોત
આબુરોડના કેસરગંજનો શનિવારે શખસ તેની પત્નીને પાલનપુર તાલુકાના પીંપળી ગામે મૂકી એક્ટીવા ઉપર પરત ફરતાં જેથી પુલ પર એક્ટીવા સ્લીપ ખાઇ જતાં પુલ પરથી નીચે પટકાતાં મોત નિપજ્યું હતું. જ્યારે બીજી ઘટનામાં પેસેન્જર ભરવા ઉભેલા ઇકોના ચાલકને અજાણ્યા વાહને ટક્કર મારતાં મોત નિપજ્યું હતું. આબુરોડ ખાતે કેસરગંજ પંચાયતની બાજુમાં રહેતા ફૂલચંદજી મંગાજી વાલ્મિકી એકટીવા (આરજે-38-એસસી-0509) લઇ શનિવારે પત્નીને પાલનપુરના પીંપળી ગામે મૂકી પરત આવતા અમીરગઢના જેથી પુલ પર કોઇ કારણસર એક્ટિવા સ્લીપ ખાઈ જતાં પુલથી 50 મીટર નીચે પટકાયેલા ફૂલચંદજીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અમીરગઢ પોલીસને જાણ કરતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી મૃતકના સગાઓનું ધ્યાન દોરી મૃતદેહને અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. જ્યારે બીજી ઘટનામાં પાલનપુર તાલુકાના આંત્રોલી ગામના વીરસિંહ બાબરસિંહ ચૌહાણ પોતાની ઇકો ગાડી નંબર જીજે-27-કે-4733 માં મુસાફર ભરી ઇકબાલગઢથી પાલનપુર જઇ રહ્યા હતા. એ વખતે ઇકબાલગઢ નજીકના ગંગાસાગર પાટીયા પાસે કોઈ પેસેન્જરને બેસાડવા પોતાની ગાડી ઉભી રાખી નીચે ઉતરી રોડ પર ઉભા હતા તે સમયે પાછળથી આવતી સફેદ રંગની સ્વીફ્ટ ગાડીના ચાલકે વીરસિંહને અડફેટમાં લઇ જોરદાર ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલા વીરસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ડમ્પરચાલકે રાહદારીને અડફેટે લીધો
લીમડી હાઇવે સર્કલ પર એક ડમ્પરચાલકે રાહદારીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.