વડોદરા / શહેરની એક સંસ્થા, આશ્રમ અને સોસાયટી વરસાદી ઋતુમાં 54 લાખ લિટર પાણીનો સંગ્રહ કરી જમીનમાં ઉતારે છે

સંચય થયેલું આ પાણી 36 હજાર લોકોને 1 દિવસ પૂરુ પાડી શકાય
સંચય થયેલું આ પાણી 36 હજાર લોકોને 1 દિવસ પૂરુ પાડી શકાય

  • સંચય થયેલું આ પાણી 36 હજાર લોકોને 1 દિવસ પૂરુ પાડી શકાય

Divyabhaskar.com

Jul 22, 2019, 02:30 AM IST

વિરાટ પાઠક, વડોદરાઃ પાણીની અછત દુર કરવા સરકાર હવે વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ પર ભાર મુકી રહી છે. વરસાદી પાણીના સંગ્રહ તેમજ વોટર રિચાર્જ મારફતે જમીનના તળીયે બેસી ગયેલા ભૂતળને ઉંચુ લાવવા સરકાર ઉપરાંત અનેક સંસ્થાઓ કામ કરી રહી છે. શહેરના 3 સ્થળો પર વરસાદી રૂતુંમાં 4 લાખ લીટર પાણીનો સંગ્રહ તેમજ 50 લાખ લીટર પાણીને જમીનમાં ઉતારવામાં આવે છે. એક ગણતરી મુજબ આ પાણીથી 36 હજાર લોકોને 1 દિવસનું પાણી પુરૂ પાડી શકાય છે.

ફ્લડિંગની સમસ્યાનો નિકાલ કરવા રિચાર્જ સિસ્ટમ બેસાડી

  • શાંતિવન સોસાયટી, તરસાલી - સુશેન રોડ

તરસાલી-સુશેન રોડ પર આવેલી શાંતીવન સોસાયટીમાં વરસાદી પાણીના ભરાવની સમસ્યા રહેતી હતી. જે બાદ સોસાયટીમાં રહેતા ગુણવંતભાઈ શાહ સહિત અન્ય રહિશોએ વર્ષ 2013માં વોટર રિચાર્જ સિસ્ટમ બેસાડી. જેમાં પ્રથણ નિચાણવાળા ભાગમાં અેક બોર બનાવવામાં આવ્યો,જેની સાથે અેક ફિલ્ટરેશન યુનીટ બેસાડ્યું. વરસાદમાં વરસતું પાણી નીચાણવાળા વિસ્તારમાં ભેગુ થઈને તે રીચાર્જ સિસ્ટમ હેઠળ જમીનમાં ઉતરી જાય છે.જેથી આ વિસ્તારમાં 80 ફુટે પાણી મળી રહે છે. ઉલ્લેખનિય છે કે, સોસાયટીના રહિશોના પ્રયત્નોથી ચોમાસાની ઋતુમાં 25 લાખ લીટર કરતા વધારે પાણી જમીનમાં ઉતરે છે.

  • સેવાતીર્થ સંસ્થા, તરસાલી - ધનયાવી રોડ

તરસાલી-ધનીયાવી રોડ પર આવેલી સેવાતીર્થ સંસ્થાના સંચાલક પુરષોત્તમભાઈ પંચાલ દ્વારા પોતાની સંસ્થામાં વરસાદી પાણીના સંગ્રહ માટે 4 લાખ લીટર પાણીનો સંગ્રહ થાય તે માટે ટાંકીઓ બનાવડાવી છે.

  • વિનોબા આશ્રમ, ગોત્રી

ગોત્રી વિસ્તારમાં આવેલા વિનોબા આશ્રમના સંચાલક કપીલભાઈ શાહે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે અનોખો પ્રયોગ કર્યો છે. આખરે બચેલું પાણી તેઓ આશ્રમને છેવાડે બનાવેલા તળાવમાં ભેગું કરે છે. આ તળાવનું પાણી માઈક્રો ફિલ્ટર થઈને ટ્યુબવેલમાં ઉતારાય છે. આમ વરસાદની ઋતુમાં 25 લાખ લીટર પાણી જમીનમાં ઉતારાય છે.

X
સંચય થયેલું આ પાણી 36 હજાર લોકોને 1 દિવસ પૂરુ પાડી શકાયસંચય થયેલું આ પાણી 36 હજાર લોકોને 1 દિવસ પૂરુ પાડી શકાય
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી