તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાદરામાં ઉતરાયણ નિમિત્તે ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાદરા ST ડેપો પાસે પ્રાણી જીવરક્ષક સંસ્થા દ્વારા કેમ્પનું આયોજન - Divya Bhaskar
પાદરા ST ડેપો પાસે પ્રાણી જીવરક્ષક સંસ્થા દ્વારા કેમ્પનું આયોજન
 • લુણા ગામમાં આવેલા વિદેશી પક્ષીઓ મોટા પ્રમાણમાં ઘાયલ થયા
 • અત્યાર સુધીમાં કાબર, કબૂતર સહિત કુલ 10 પક્ષીઓ મૃત્યુ પામ્યાં

વડોદરાઃ ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે પાદરા ST ડેપો પાસે પ્રાણી જીવરક્ષક સંસ્થા દ્વારા પક્ષી બચાવ અભિયાન અંતર્ગત પક્ષીઓની સારવાર માટે કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં છેલ્લા બે દિવસમાં અનેક પક્ષીઓને સારવાર આપવામાં આવી તેમનો જીવ બચાવવામાં આવ્યો છે. પાદરા પ્રાણી જીવ રક્ષક સંસ્થા (SJAP) સંસ્થાના કાર્યકરો દ્વારા દર વર્ષે પાદરામાં નવા S T ડેપો પાસે પક્ષી બચાવ અભિયાન અંતર્ગત ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે કેમ્પ શરૂ કરવામાં આવે છે. 

અત્યાર સુધીમાં 10 પક્ષીઓ મૃત્યુ પામ્યાં
રવિવારના દિવસથી આ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. આ સંસ્થાના પ્રવિણ મહારાજ અને રોકી આર્ય તેમના 35થી વધુ કાર્યકરો સાથે ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરે છે. આ વર્ષે રવિવાર અને સોમવારે ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં ખાસ કરી લુણા ગામમાં આવેલા વિદેશી પક્ષીઓ ઘવાયા છે. જેમની સારવાર કરી તેમને બચાવી લેવાયા છે. પીળી ચાંચનો ઢાક જે પેન્ટેડસ્ટોર તરીકે પણ ઓળખાય છે, તેવા 6 જેટલા પક્ષીઓને ઘવાયેલા હતા. બે દિવસ દરમિયાન 11 જેટલા કબૂતર અને બીજા અન્ય પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે અને સ્વસ્થ થયેલા પક્ષીઓને મુક્ત કરવામાં આવે છે. જેની હાલત ગંભીર હોય તેવા પક્ષીઓને વધુ સારવાર અર્થે પશુ દવાખાનામાં પણ ખસેડવામાં આવે છે. અત્યાર સુધીમાં 10થી વધુ પક્ષીઓ મૃત્યુ પામ્યા છે. જેમાં કબૂતર, કાબર વગેરેનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો