વડોદરા / યુવતી UKમાં 7 વર્ષ ઘરેલુ હિંસાનો ભોગ બની, મક્કમ મનોબળ રાખી બ્રિટન્સ ફિટનેસ ક્વીનનો ખિતાબ જીતી લીધો

સ્પિરીટેડ ફાઇટરનો પણ ખિતાબ જીત્યો
સ્પિરીટેડ ફાઇટરનો પણ ખિતાબ જીત્યો
X
સ્પિરીટેડ ફાઇટરનો પણ ખિતાબ જીત્યોસ્પિરીટેડ ફાઇટરનો પણ ખિતાબ જીત્યો

  • 10 વર્ષ ડિપ્રેશનમાં રહ્યા પછી સિંગલ પેરેન્ટની જવાબદારી વચ્ચે માર્શલ આર્ટ શીખી પરપલ બેલ્ટ પ્રાપ્ત કર્યો  

divyabhaskar.com

Mar 15, 2019, 02:33 AM IST
વડોદરા: મૂળ વડોદરાની અને હાલ લંડનમાં રહેતી ભાવિકા પારેખે તાજેતરમાં બ્રિટન્સ મિસ એન્ડ મિસીઝ સ્પર્ધામાં બ્રિટન્સ ફિટનેસ ક્વીન અને બ્રિટન્સ ક્વિન્સમાં થર્ડ રનર અપનો ખિતાબ જીત્યો છે. આ જીતની ખુશીની પાછળ વર્ષો સુધી ભોગવેલી યાતનાઓ જવાબદાર છે. ભાવિકા પારેખને 7 વર્ષ સુધી ઘરેલું હિંસાનો સામનો કરવો પડ્યો હતો અને  10 વર્ષ ડીપ્રેશનનો શિકાર બની હતી. સિંગલ મધર તરીકે આવેલી જવાબદારી બાદ માર્શલ આર્ટ્સ શીખી જેમાં પર્પલ બેલ્ટ મેળવ્યો હતો. આ મહિલાએ તકલીફોને જાકારો આપ્યો અને ફિટનેસ ક્વીનનો ખિતાબ જીતી બતાવ્યો. 
1. ફિટનેસ ક્વીનના ખિતાબ માટે વ્યક્તિ માનસિક તેમજ શારિરીક મજબુત હોવું જરૂરી
ભાવિકા પારેખ મૂળ વડોદરાની છે અને તેણીએ એમ.એસ યુનિ.માંથી બેચલર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2007માં લગ્ન થયા પછી 2008માં તેઓ લંડન શિફ્ટ થયા હતા. જોડિયા બાળકોની માતા ભાવિકાએ જણાવ્યું હતુ કે, ફિટનેસ ક્વીનના ખિતાબ માટે વ્યક્તિ માનસિક તેમજ શારિરીક મજબુત હોવું જરૂરી છે. 7 વર્ષના લગ્નજીવનમાં મારે ફાયનાન્શિયલ અને ઇમોશનલ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બનવું પડ્યું હતું. જેથી હું વર્ષો સુધી ડીપ્રેશનનો શિકાર રહી હતી. સ્પર્ધાની શરત અનુસાર મેં દૈનિક દોડ, પૌષ્ટિક ખોરાક, મોટિવેશનલ ટોક, માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ અને સેલ્ફ ડીફેન્સની ટેક્નિક્સની પ્રવૃત્તિઓને અપલોડ કરી હતી. ટેલેન્ટ રાઉન્ડમાં મેં માર્શલ આર્ટ્સ સાથે ગરબા કર્યા હતા. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી